નવી દિલ્હીઃ Honda Activa H-smart: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ એક્ટિવા સ્કૂટરના આજે બે નવા વેરિએન્ટ ભારતીય બજારમાં ઉતાર્યા છે. Honda એ એક્ટિવાનું નવું વેરિએન્ટ જેનું નામ Activa H-smart ને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. એક્ટિવાના આ નવા સ્કૂટરને 3 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે અને તેની શરૂઆતી કિંમત 74,536 રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમ છે અને ત્રણેય વેરિએન્ટની અલગ-અલગ કિંમત છે. કંપનીએ તેમાં ઘણા નવા ફીચર્સ સામેલ કર્યા છે. ન્યૂ એક્ટિવામાં ઓન બોર્ડ ડાયનોસ્ટિક્સ (OBD-2) અને ટ્રિમ્સની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીના જે ત્રણ નવા વેરિએન્ટ લોન્ચ થયા છે તેમાં  Honda Activa Smart Key, Activa Deluxe અને Activa Standard સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રિમ ઓપ્શન અને કિંમત
Honda Activa H-Smart ત્રણ ટ્રિમમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્રણેયની કિંમત અલગ-અલગ છે. સ્કૂટરના ન્યૂ જનરેશન મોડલને ત્રણ ટ્રિમ ઓપ્શન- સ્ટાન્ડર્ડ, ડીલક્સ અને સ્માર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત ક્રમશઃ 74,536 રૂપિયા, 77036 રૂપિયા અને 80537 રૂપિયા છે. હોન્ડા એક્ટિવા એચ-સ્માર્ટ સ્કૂટરમાં પાંચ નવી પેટન્ટ ટેક્નોલોજી એપ્લીકેશન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Mobile Data પ્રોપર નથી કરી રહ્યો કામ? આ ટિપ્સથી ડેટા બચાવીને માણો નેટની મજા!


નવી ટેક્નોલોજીથી સજ્જ
હોન્ડાનો દાવો છે કે નવુ સ્કૂટર ઘણી નવી ટેક્નોલોજી સાથે આવે છે. તેમાં 110 સીસી PGM-FI એન્જિન મળે છે જે OBD2 ને અનુરૂપ છે. આ એડવાન્સ સ્માર્ટ પાવર ટેક્નોલોજીની સાથે પણ આવે છે જે લીનિયર પાવર જનરેશન નક્કી કરે છે. એક્ટિવામાં આપવામાં આવેલી નવી ટેક્નોલોજીમાં અપડેટેડ પ્રોગ્રામ્ડ ફ્યૂલ ઇન્જેક્શન, સારૂ સ્માર્ટ ટંબલ ટેક્નોલોજી, એસજી સ્ટાર્ટર અને ફ્રિક્શન રિડક્શન સામેલ છે. આ પેન્ટેન્ટ ટેક્નોલોજી પાવરટ્રેનને વધુ કુશલ બનાવવાનો દાવો કરે છે. 


આ ફીચર્સ મળશે
વાહન નિર્માતાનો દાવો છે કે આ સ્કૂટરમાં એક નવું સ્માર્ટ ફાઇન્ડ ફીચર મળે છે. જ્યારે યૂઝર સ્માર્ટ ચાવીનો ઉપયોગ કરી તેને શોધવાનો પ્રયાસ કરે છો તો આ ફીચરની મદદથી સ્કૂટર રિસ્પોન્ડ કરે છે. સ્માર્ટ ચાવી દ્વારા રાઇડર કોઈ ફિઝિકલ ચાવી વગર તેને લોક અને અનલોક કરી શકે છે. આ સ્માર્ટ ચાવીના ઉપયોગથી સ્કૂટરનું એન્જિન ત્યારે ચાલુ કરી શકાય છે જ્યારે વાહન ચાવીના બે મીટરની અંદર હોય. આ એન્જિન સ્ટાર્ટ અને સ્ટોપ સ્વિચની સાથે પણ આવે છે. 


આ પણ વાંચોઃ ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ


આ છે ખુબીઓ
હોન્ડા એક્ટિવા એચ-સ્માર્ટમાં મોટા વ્હીલબેસ, લાંબુ ફુટબોર્ડ એરિયા, નવી પાસિંગ સ્વિચ અને ડીસી એલઈડી હેન્ડલેમ્પ છે. અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સની વાત કરીએ તો તેમાં અલોય વ્હીલ્સ માટે એક નવી ડિઝાઇન પણ મળે છે. સ્કૂટર 12-ઇંચના ફ્રંટ એલોય વ્હીલ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન અને એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન દ્વારા એક આરામદાયક રાઇડિંગનો અનુભવ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube