Honda Activa 7G Teaser: જ્યારે સ્કૂટરની વાત આવે છે તો હાલ ભારતમાં હોન્ડાનું નામ સૌથી પહેલાં આવે છે કારણ કે આ દેશમાં સૌથી વધુ વેચાનાર સ્કૂટર બ્રાંડ છે. સ્કૂટરના વેચાણના આંકડાથી ખબર પડે છે કે ભારતમાં અન્ય તમામ સ્કૂટરોના મુકાબલે હોંડા એક્ટિવા સૌથી વધુ વેચાય છે. Honda Activa રેંજમાં હાલમાં Activa 6G અને Activa 125 સામેલ છે. પરંતુ હવે કંપની નવું એક્ટિવ સ્કૂટર તરફ આગળ વધી રહી છે. જેને Honda Activa 7G કહેવામાં આવી શકે છે. હોન્ડાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર 'કમિંગ સૂન' લખીને એક સ્કૂટરનું ટીઝર લોન્ચ કર્યું છે. ટીઝરમાં સ્કૂટરનો ફેસ જોઇ શકાય છે. આખું સ્કૂટર દેખાતું નથી પરંતુ ફ્રંટ દેખાય છે. આ સ્ટાડર્ડ એક્ટિવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂટર સેગમેંટમાં હોન્ડ ટૂ વ્હીલર્સ પહેલાંથી જ શાનદાર વેચાણ કરી રહ્યું છે. વેચાણને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે તહેવારોની સીઝનમાં 'Activa 7G' નામ પણ લખ્યું છે. એટલા માટે આ ટીઝરને 'Activa 7G' ના સત્તાવાર લોન્ચની જાહેરાત કરી શકાય નહી. પરંતુ તેને જોઇ શકાય છે કે Activa 7G સ્કૂટર જ હશે.  

સુરત કોર્ટે કહ્યું; 'પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય' પતિને ફટકાર્યો આટલો દંડ


Honda 7G માં 6G ના મુકાબલે ઘણા મહત્વપૂર્ણ અપડેટ હોવાની સંભાવના નથી. જેમ કે 5G ના મુકાબલે 6G માં જોવા મળ્યા હતા. કંપનીએ Activa 6G માં જ BS6 આપ્યો હતો અને આ મોટો અપડેટ હતો. જોકે Activa 7G માં જૂના પાવરટ્રેન જ મળવાની સંભાવના છે. તેમાં 110cc નું એન્જીન મળશે, 7.68 bhp અને 8.79 Nm જનરેટ કરવામાં સક્ષમ હશે. 


Honda Activa 7G માં 6G જેવી ઇંધણ ક્ષમતા, બૂટ સ્પેસ, 692 મિમી સીટ ઉંચાઇ, સાઇલેંટ સ્ટાર્ટર મોટર જેવી તમામ વસ્તુઓ મળશે. Honda Activa 7G માં સેમી ડિજીટલ ઇંસ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને એલઇડી હેડલાઇટ્સને સ્ટાડર્ડ ફિટમેન્ટના રૂપમાં આવી શકાય છે, જે Activa 6G ના ડીલક્સ વેરિએન્ટમાં મળે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube