નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે કેટલાક વર્ષોથી સતત કોમ્પેક્ટ એટલે કે નાની કારની ડિમાન્ડમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં નવી કોમ્પેક્ટ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં આવનારા દિવસોમાં ઘણી કંપનીઓ નવી કોમ્પેક્ટ કાર ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં દેશી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ અને મહિન્દ્રાથી લઈને હોન્ડા જેવી કંપનીઓ સામેલ છે. મહત્વનું છે કે કંપનીઓની અપકમિંગ કોમ્પેક્ટ કારોમાં ઘણા પોપુલર મોડલના અપડેટેડ વર્ઝન પણ સામેલ છે. આ સિવાય લોન્ચ થનાર અપકમિંગ લિસ્ટમાં ઈલેક્ટ્રિક કાર પણ સામેલ છે, જે પોતાના ગ્રાહકોને સિંગલ ચાર્જ પર 400 કિમીની આસપાસની રેન્જ ઓફર કરી શકે છે. આવો જાણીએ આગામી કેટલાક મહિનામાં લોન્ચ થવા જઈ રહેલી 4 કોમ્પેક્ટ કારોના સંભાવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Honda Amaze
ભારતીય ગ્રાહકો વચ્ચે સેડાન સેગમેન્ટમાં હોન્ડા અમેઝ હંમેશાથી પોપુલર રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં અમેઝના વેચાણમાં ઘટાડો થયો છે. હવે કંપની હોન્ડા અમેઝનું વેચાણ વધારવા માટે તેના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે  ભારતીય રસ્તાઓ પર ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2024ના અંત સુધી ગ્રાહકોને અપડેટેડ હોન્ડા અમેઝ શોરૂમમાં મળશે.


New Maruti Dzire
મારૂતિ સુઝુકી ડિઝાયર છેલ્લા કેટલાક સમયથી ભારતીય માર્કેટમાં સૌથી વધુ વેચાતી સેડાન કાર રહી છે. હવે કંપની આવનારા મહિનામાં મારૂતિ સુઝુકી ડિઝાયરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી છે. મહત્વનું છે કે ગ્રાહકોને કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં પ્રથમવાર સનરૂફ પણ જોવા મળશે. પરંતુ કારમાં પાવરટ્રેન તરીકે ફેરફારની સંભાવના નથી. ગ્રાહકોને અપકમિંગ અપડેટેડ મારૂતિ સુઝુકી ડિઝાયરમાં 1.2 લીટરનું ઝેડ-સિરીઝ પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 82bhp નો મહત્તમ પાવર અને 112Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 


આ પણ વાંચોઃ અર્ટિગા, સ્કોર્પિયો અને ઇનોવા ભૂલી જશો! માર્કેટમાં આવી રહી છે 3 સસ્તી 7 સીટર કાર


Mahindra XUV 3XO EV
દેશી કાર નિર્માતા કંપની મહિન્દ્રાએ તાજેતરમાં પોતાની પોપ્યુલર XUV 300 નું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું જેને XUV 3XO નામ આપવામાં આવ્યું છે. ગ્રાહકોએ લોન્ચ થયા બાદ મહિન્દ્રા XUV 3XO ને શાનદાર રિસ્પોન્સ આપ્યો છે. હવે કંપની વર્ષ 2024ના અંત સુધી મહિન્દ્રા XUV 3XO ના ઈવી વેરિએન્ટને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અપકમિંગ ઈલેક્ટ્રિક એસયુવી ગ્રાહકોને સિંગલ ચાર્જ પર 400 કિમી આસપાસની રેન્જ આપી શકે છે.


Tata Nexon CNG
ટાટા નેક્સન દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવીમાંથી એક છે. હવે કંપની ટાટા નેક્સનના સીએનજી વેરિએન્ટને આવનારા મહિનામાં લોન્ચ કરવા જઈ રહી છે. મહત્વનું છે કે પ્રથમવાર ટાટા નેક્સનના સીએનજી વેરિએન્ટને ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં શોકેસ કરવામાં આવી હતી.