નવી દિલ્હી: જાપાનની કાર કંપની Honda નવી ઇલેક્ટ્રિક કાર Honda e લાવવાની તૈયારીમાં છે. આ હોંડાની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે, જેને કંપનીના ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. હોંડાએ આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કારના પ્લેટફોર્મ વિશે જાણકારી શેર કરી છે, જેથી તેનાથી મોટર અને રેંજ અને ચાર્જિંગ સહીત ઘણી ડિટેલ સામે આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો


હોંડા-ઇના પ્લેટફોર્મને શહેરોના મુજબથી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે. કારના સારા બેલેન્સ માટે તેનો વેટ ડિસ્ટ્રિબ્યૂશન 50:50 રેશ્યોમાં રાખવામાં આવી છે અને બેટરીઓને કારના ફ્લોરની નીચે આપવામાં આવી છે. કારના રિયર એક્સેલ પર ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે પાછળના પૈડાને પાવર આપે છે એટલે કે આ કાર રિયર વ્હીલ ડ્રાઇવ છે. 


હોંડા-ઇમાં બધા ચારે વ્હીલ પર અલગ-અલગ સસ્પેંશન આપવામાં આવ્યા છે. વજન ઓછું રાખવા માટે સસ્પેંશનના કમ્પોનેંટ્સ સામાન્ય એલ્યુમિનિયમ વડે બનાવ્યા છે. ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ પોર્ટ બોનટમાં છે. આ સાથે એક ગ્લાસ પેનલ આપવામાં આવી છે, જે બેટરીની ચાર્જિંગ સ્થિતિ દર્શાવે છે. 

482 km માઇલેજ આપશે Hyundai ની નવી Kona, જૂલાઇમાં આ દિવસે થશે લોન્ચ


હોંડા ઇને આ વર્ષના અંત સુધી ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક કારની ડિલિવરી વર્ષ 2020માં શરૂ થશે. જર્મની, ફ્રાંસ અને નોર્વે માટે તેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.