બુલેટને ટક્કર આપશે Honda ની આ પ્રીમિયમ બાઇક, જાણો ખાસિયતો
બાઇકના ફ્રંટમાં રાઉન્ડેડ Headlamp આપવામાં આવ્યો છે, જે LED યૂનિટ છે. Honda Highness માં ફ્યૂલ ટેન્ક ગોળ હશે અને તેમાં સ્માર્ટ વોઇસ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.
નવી દિલ્હી: Honda મોટરસાઇકલે વધુ એક શાનદાર બાઇક લોન્ચ કરી છે. આ નવી ક્રૂઝર બાઇકનું નામ Honda H'Ness CB 350 છે. આ બાઇકનો મુકાબલો Royal Enfield Bullet અને તેની Classic સીરીઝ સાથે થશે. સાથે જ Jawa અને Benelli બ્રાંડ્સની બાઇકને પણ ટક્કર આપશે. Honda H'Ness CB 350 સબ 400 cc સેગમેંટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 1.90 લાખ રૂપિયા છે. આ ઓક્ટોબરથી બજારમાં મળવા લાગશે.
બાઇકના ફ્રંટમાં રાઉન્ડેડ Headlamp આપવામાં આવ્યો છે, જે LED યૂનિટ છે. Honda Highness માં ફ્યૂલ ટેન્ક ગોળ હશે અને તેમાં સ્માર્ટ વોઇસ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. તેને DLX અને DLX Pro વેરિએન્ટમાં આપવામાં આવશે. આ કોઇપણ દુર્ગમ રસ્તા પર આરામથી દોડી શકે છે.
Honda H'Ness CB 350 માં સિંગલ સિલિન્ડર એન્જીન છે. કંપની તેને 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરશે. તેમાં ડુઅલ ટોન ઓપ્શન પણ હશે. તેમાં એર કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. જે 20.8 PS પર 5500 rpm અને 30 Nm ટોર્ક જનરેટ કરે છે.
Honda મોટરસાઇકલ Honda H'Ness CB 350 નું વેચાણ કંપનીની બિગ વિંગ (Big Wing) ડિલરશિપ્સ દ્વારા કરશે, કારણ કે એક પ્રીમિયમ બાઇક છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube