નવી દિલ્હી: હોંડા H’Ness CB350 ને ભારતમાં એક વર્ષ પુરૂ થઇ ગયું છે અને હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયાએ બાઇકની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. ઇન્ડીયા બાઇક વીક 2021 માંલ ઓન્ચ થયેલી આ મોટરસાઇકલનું ગ્રુરૂગ્રામમાં એક શોરૂમ કિંમત 2.03 લાખ રૂપિયા છે. કંપનીએ એક વર્ષમાં હાઇનેસ CB350 ની 35,000 યૂનિટ દેશમાં વેચી લીધી છે. દેશભરમાં સ્પેશિયલ એડિશન મોટરસાઇકલ માટે બુકિંગ કંપનીની પ્રિમિયમ બાઇક ડિલરશીપ બિગવિંગ પર શરૂ કરવામાં આવી છે. 


હાઇનેસ CB350 એનિવર્સરી એડિશનને 349 સીસી એન્જીન આપવામાં આવ્યું છે
હોન્ડા ટૂ-વ્હીલર્સએ આ આયોજનમાં BS6 એન્જીનવાળી નવી CB300R પરથી પડદો ઉઠાવ્યો છે જે એક કેફે મોટરસાઇકલ છે. આ બાઇક સાથે કંપનીએ BS6 માનકવાળા 286 સીસી એન્જીન આપવામાં આવ્યું છે PGM-Fi ટેક્નોલોજી સાથે આવી છે. હોન્ડાએ આ બાઇઅક સાથે અસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આગળના ભાગમાં 4 પોટ કેલિપર્સ સાથે 296 મિમી ડિસ્ક અને પાછળના વ્હીલમાં 220 મીમી ડિસ્ક બ્રેક ઉપરાંત અહીં ડુઅલ ચેનલ ABS પણ આપવામાં આવ્યું છે. નવી બાઇકને સંપૂર્ણપણે ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ પેનલ આપવામાં આવી છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube