Honda Activa Electric માર્કેટમાં આવતાં જ મચાવી દીધી ધમાલ, ભારતમાં લોન્ચ પર મળી જાણકારી!
હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અસુશિ ઓગાતે પુષ્ટિ કરી દીધી છે કે જાપાનની ટૂ-વ્હીલર નિર્માતા ભારતીય માર્કેટના ઇવી સેગમેંટમાં એન્ટ્રી કરનાર છે. એક મીડિયા હાઉસે આપેલા ઇન્ટરવ્યુંમાં ઓગાતે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં Honda Motorcycle & Scooter India નવું ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે.
નવી દિલ્હી: હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અસુશિ ઓગાતે પુષ્ટિ કરી દીધી છે કે જાપાનની ટૂ-વ્હીલર નિર્માતા ભારતીય માર્કેટના ઇવી સેગમેંટમાં એન્ટ્રી કરનાર છે. એક મીડિયા હાઉસે આપેલા ઇન્ટરવ્યુંમાં ઓગાતે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં Honda Motorcycle & Scooter India નવું ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે આગામી નાણાકીય વર્ષમાં ખૂબ જલદી જ શરૂ થનાર છે. ગત વર્ષે જ હોન્ડા બેન્લી ઇલેક્ટ્રિક પૂણે સ્થિત એઆરએઆઇ ફેસિલિટીમાં ટેસ્ટિંગના સમય જોવા મળી હતી.
જોર-શોરથી ચાલી રહ્યું છે ઇવી પર કામ
હોન્ડા આપણા માર્કેટમાં બિઝેનેસ ટૂ બિઝનેસ પ્રોડક્ટ લોન્ચ કરવાની નથી, પરંતુ કંપની બેટરી સ્વેપિંગની તપાસ શરૂ કરી દીધી છે. તેના માટે કંપનીએ હોન્ડા પાવર પેક એનર્જી ઇન્ડીયા પ્રા.લિ નામની સબસિડિયરી કંપની પણ શરૂ કરી છે. આ કંપની હાલ બેંગલુરૂમાં ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરના પાયલેટ રન ટેસ્ટ કરી રહી છે. તમને જણાવી દઇએ કે બાઉન્સ ઇલેક્ટ્રિકે સબ્સક્રિપ્શનના આધારે બેટરી-સ્વેપિંગ મોડલ રજૂ કર્યું છે. આ ઉપરાંત હીરોએ પણ ગોગોરોની સાથે આ કામ માટે ભાગીદારી કરી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે બેટરી સ્વેપિંગ ઇલેક્ટ્રિક વાહન ચલાવવા માટે વ્યાજબી અને ઝંઝટમુક્ત વિકલ્પ છે.
થશે ગજબની બચત, 50,000 રૂપિયાથી ઓછામાં ખરીદો આ Electric Scooters
હોન્ડા રજૂ કરશે ઇલેક્ટ્રિક એક્ટિવા
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હોન્ડા ગ્લોબલ માર્કેટવાળા સ્કૂટરના બદલે ભારતીય સ્પેસિફિકેશનવાળા સ્કૂટરનો ઇલેક્ટ્રિક અવતાર ભારતમાં લોન્ચ કરવાની છે. એવામાં બજાજ ચેતક, ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક અને આગામી સુઝુકી બર્ગમૈન ઇલેક્ટ્રિકનો મુકાબલો કરવા માટે હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક માર્કેટમાં લાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કૂટરને ભારતીય ગ્રાહક ખૂબ પસંદ કરે છે અને તેનો ઇલેક્ટ્રિક અવતાર માર્કેટમાં આવતાં જ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીથી તેની કિંમત ખૂબ ઘટી જશે અને વ્યાજબી હોગર મોટાભાગના ગ્રાહકોને દાયરામાં આવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube