Huaweiની સબ બ્રાન્ડ હોનરનો લુક લોન્ચ થયા પહેલા લીક થઈ ગયો છે. ઓ ફોન 15 મેએ લંડનમાં લોન્ચ થવાનો છે. અત્યારે ફોન લોન્ચ થવાનો એક મહિનો બોકી છે પરંતુ લોન્ચ થયા પહેલા બેનર લીક થવાને કારણે ડિઝાઇન અને ફીચર સામે આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીક થયા ફીચર
રિપોર્ટનું માન્યે તો ફોનની ડિસ્પ્લે 5.8 ઇંચ હશે અને તેમાં 970 ઓક્ટા કોર પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ હોય શકે છે. તેના પાછળના ભાગમાં ગ્લાસ પ્લેટ આપવામાં આવી છે. તેનો લુક સામાન્ય રીતે ઓનર 8 અને ઓનર 9 જેવો છે. તેનો બ્રાન્ડ એમ્બેસેડર ચીનનો પ્રખ્યાત સિંગર અને એક્ટર Hu Ge છે. 


પાછળ નહી હોય ફિંગર પ્રિન્ટ સેન્સર
બેનર જોઈને ખ્યાલ આવે છે કે ફોનની પાછળ ફિંગર પ્રિન્ટ સેન્સર નહીં હોય. આ ફોનના આગળના ભાગમાં હોઈ શકે છે. આ બેનર ચીનના એક સ્ટોરમાં લીક થયું છે. પોસ્ટર અનુસાર સ્ક્રીનથી બોડીનો રેશિયો પણ 100 ટકા હોઈ શરે છે. સત્તાવાર રીતે જાણકારી મેળવવા સુધી ફોન લોન્ચ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. 


ફ્લૈગશિપ સ્માર્ટફોન
જાણવા મળી રહ્યું છે કે આ ઓનર કંપનીનો ફ્લૈગશિપ સ્માર્ટ ફોન હશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કંપનીએ ઓનર વ્યૂ 10 લોન્ચ કર્યો હતો જેની ડિસ્પલે 5.99 ઇંચ છે. તેમાં મેટલ ડિઝાઇન કરવામાં આવી છે. આ હેન્ડસેટની કિંમત 29999 રૂપિયા છે.