નવી દિલ્હી: હુઆવેઇની સબ બ્રાંડ Honor એ પોતાનો નવો સ્માર્ટફોન Honor Magic 2 3D ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ હાલમાં આ ફોનને ચીનમાં જ લોન્ચ કર્યો છે. કંપનીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે ભારતીય બજારોમાં તેને ક્યારે રજૂ કરવામાં આવશે. ભારતીય સ્માર્ટફોન બજારમાં અલગ ઓળખ છે અને લોકો ઓનરના સ્માર્ટફોનને સાર ફીચર્સ માટે પસંદ કરે છે તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની ટૂંક સમયમાં જલદી જ તેને ભારતમાં રજૂ કરશે. કંપનીએ તેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 3D સ્કેનર આપ્યું છે. કંપનીએ તેમાં ઇન્ટરનેટને ધ્યાનમાં રાખતાં એઝ ટૂ એઝ ડિસ્પ્લે આપી છે. તેમાં બેજલ્સ ના બરાબર છે. કંપનીએ આ સ્માર્ટફોનને ચીનમાં લગભગ 60,000 રૂપિયાની કિંમતમાં બજારમાં ઉતાર્યો છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોની માફક BSNL પણ આપી રહ્યું છે શાનદાર ઓફર, કરોડો યૂજર્સને થશે ફાયદો


Honor Magic 2 3D ની મુખ્ય વાતો
જો ઓનર મેજિક 2 ના ખાસ ફિચર્સની વાત કરીએ તો કંપનીએ તેને ખાસ બનાવવામાં કોઇ કસર છોડી નથી. કંપનીએ તેમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે જે ઓએલએડ ડિસ્પ્લે છે. Honor Magic 2 માં સ્લાઇડર ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 2340x1080 પિક્સલનું છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 19:5:9 નો છે. કંપનીએ આ ફોન એક જ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે.

Tata Altroz EV ફક્ત 1 કલાકમાં થઇ જશે ચાર્જ અને દોડશે 300 Km

ઓનરના આ ફોનમાં ઓક્ટા કોર કિરિન 980 SoC પ્રોસેસરની સાથે તેમાં 8GB RAM ની સાથે 512GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એનડ્રોઇડ 9 પાઇ પર રન કરે છે. ફોનમાં 3400Mah ની બેટરી આપવામાં આવી છે જે 40W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. તેમાં ફોનને લોક અને અનલોક કરવા માટે ફિંગરપ્રિંટ 3D ફેસ અનલોક પણ આપવામાં આવ્યું છે. 3D scanner તમને 10,000 ફેશિયલ પોઇન્ટ્સને ઓથેન્ટિકેટ કરીને તમારા સ્માર્ટફોનને અનલોક કરે છે. સ્લાઇડિંગ મેકનિઝમના લીધે ફોનના ફ્રંટમાં કોઇ નોચ આપવામાં આવી નથી.


Honor Magic 2 નો કેમેરો ખાસ
ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખતાં કંપનીએ Honor Magic 2 3D ના કેમેરા પર ખાસ કામ કર્યું છે. ફોનના બેક પર હુવાવે P20 જેવા વર્ટિકલ ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. કંપનીએ તેના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં પ્રાઇમરી 16 મેગાપિક્સલનો છે જેને લો લાઇટ ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખતાં 1.8નું અપર્ચર આપવામાં આવ્યું છે. બીજો કેમેરા 24 મેગાપિક્સલનો છે જે એક બ્લેક એન્ડ વાઇટ મોનોક્રોમ સેંસર સાથે આવે છે.

આ Mobile App ઉડાવી રહી લોકોના બેંકા એકાઉન્ટમાંથી પૈસા, Kotak Bank એ કર્યું એલર્ટ

આ કેમેરાનું અપર્ચર 1.8 છે. તેનો ત્રીજો કેમેરા 2.2 અપર્ચરની સાથે આવે છે જે એક અલ્ટ્રાઇવાઇડ એંગલ કેમેરા છે. કંપનીએ તેના ફ્રંટ કેમેરાને સ્લાઇડર સ્ક્રીનની નીચે આપવામાં આવ્યો છે. તેનો સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે જેને યૂજ કરવા માટે અમે ફોનના ડિસ્પ્લેને સ્લાઇડ કરવો પડશે. ફ્રંટ કેમેરાનું અપર્ચર 2.0નું છે.