Honor લાવી રહ્યું છે પોતાના બે સસ્તા સ્માર્ટફોન, દમદાર છે ફીચર્સ
ઑનર ભારતમાં બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઑનર 9 સિરીઝના સ્માર્ટફોન Honor 9A અને Honor 9S છે. જાણવા મળી રહ્યું છે કે બંન્ને ફોન કંપનીના ભારતમાં સૌથી સસ્તા સ્માર્ટફોન હશે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન ઉત્પાદન કંપની ઑનર જલદી ભારતમાં બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઑનર 9 સિરીઝના સ્માર્ટફોન Honor 9A અને Honor 9S છે. જાણવા મળી રહ્યું છે કે બંન્ને ફોન કંપનીના ભારતમાં સૌથી સસ્તા સ્માર્ટફોન હશે. કંપનીએ
ઑનર 9એના વેચાણ માટે એમેઝોન ઈન્ડિયા અને ઑનર 9સીના વેચાણ માટે ફ્લિપકાર્ડની સાથે ભાગીદારી કરી છે. બંન્ને ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરના સ્થાન ઑનરની AppGallery મળશે.
એમેઝોન પર સામે આવેલી ટીઝરથી માહિતી મળે છે કે ઑનર 9એ સ્માર્ટફોનનું લોન્ચિંગ 31 જુલાઈએ કરવામાં આવી શકે છે. આ બંન્ને ફોન ગ્લોબલ માર્કેટમાં પહેલાથી જ આવી ગયા છે. રૂસમાં ઑનલ 9એની કિંમત 10990 રૂબલ (આશરે 11200 રૂપિયા) રાખવામાં આવી છે. તો આવો જાણીએ આ બંન્ને ફોનના ફીચર વિશે...
ક્રેડિટ કાર્ડ જેટલો સ્માર્ટફોન, માત્ર 3 ઇંચની ડિસ્પ્લે, જાણો કિંમત
Honor 9Aના સ્પેસિફિકેશન્સ
એન્ડ્રોઇડ 10 પર કામ કરનાર આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલૂશન 720x1600 પિક્સલ હશે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર, 3 જીબી રેમ અને 64 બીજીનું સ્ટોરેજ આપવામાં આવશે. ઓનર 9એમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવશે. આ સેટઅપ 13MP + 5MP + 2MPનું હશે. તો સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે, ફોનની બેટરી 5,000mAhની રહેશે.
Honor 9Sના સ્પેસિફિકેશન્સ
આ ફોન સાઇઝમાં થોડો નાનો હોઈ શકે છે. ફોનમાં 5.45 ઇંચની ડિસ્પ્લે મળશે. જેનું રિઝોલૂશન 720x1440 પિક્સલ હશે. તેમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસર, 2 જીબી રેમ અને 32 જીબીનું સ્ટોરેજ મળશે. ઓનર 9એસમાં સિંગલ રિયર કેમેરો મળી શકે છે. જે 8 મેગાપિક્સલનો હશે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. ફોનની બેટરી 3020mAhની રહેશે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube