ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્માર્ટફોન કંપની HONOR V40માં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં મેઈન કેમેરો 50 મેગાપિક્સલનો છે. જેથી ફોટોગ્રાફી કરતા લોકો માટે આ ફોનમાં છે અનેક કુલ ફિચર્સ. બીજી ખાસ વાત એ છે કે ફોનમાં ગૂગલ પ્લે સર્વિસિસનો સપોર્ટ નહીં મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સ્ક્રિન અને સ્ટોરેજ
HONOR-V40માં 6.72 ઈંચની ફુલ HD+(1236*2676) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનનો સ્ક્રિન ટુ બોડી રેશિયો 91.1% છે. ફોન 8GB રેમ અને 128GB તેમજ 8GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે મળશે. આ ફોનનો વજન 189 ગ્રામ છે. 


TIKTOK અને Helo નું Bye Bye: ચીની કંપની Bytedance ભારતમાંથી બાજી સમેટી થઈ ઘર ભેગી


કેમેરા
ફોનના રિયરમાં ત્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 50 મેગાપિક્સલ(f/1.9)નો પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સલ(f/2.4)નો અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ અને 2 મેક્રો લેન્સ(f/2.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો(f/2.0) આપવામાં આવ્યો છે. ફોનની રિયરમાં લેઝર ફોકસ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.


Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના


બેટરી
HONOR V40 સ્માર્ટફોનમાં 4000 mAHની બેટરી સાથે 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે 35 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જાય છે. ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગનો પણ સપોર્ટ છે. વાયરલેસ ચાર્જિંગમાં ફોન 35 મિનિટમાં 0-50 ટકા ચાર્જ થાય છે. 


સોફ્ટવેર
HONOR V40માં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ પર ચાલે છે. ફોનમાં 5G, 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.1, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. સાથે જ સ્ટિરીયો સ્પીકરનો સપોર્ટ છે.


કલર અને કિંમત
HONOR V40 5G સ્માર્ટફોન મેજીક નાઈટ બ્લેક, રોઝ ગોલ્ડ અને ટાઈટેનિયમ સિલ્વર કલરમાં મળી રહેશે. ફોનનું 8GB/128GB વેરિયંટ 40,600માં મળશે. જ્યારે 8GB/256GB વેરિયંટ 45,100માં મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube