UPI ATM: જાણીતી જાપાની કંપની હિતાચીની બ્રાન્ચ હિતાચી પેમેન્ટ સર્વિસે ભારતમાં એવું એટીએમ શરૂ કર્યું છે જે કાર્ડ વિના કામ કરે છે. જેને યુપીઆઈ એટીએમ કહેવાય છે. યુપીઆઈ એટીએમ તમને દેશના અલગ અલગ શહેરોમાં જોવા મળશે. આ એટીએમની ખાસ વાત એ છે કે તેમાં તમારા પૈસાની સુરક્ષા વધી જશે અને કાર્ડ વિના તમે સરળતાથી પૈસા કોઈપણ સમયે ઉપાડી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિતાચી પેમેન્ટ સર્વિસે એનપીસીઆઈ સાથે મળીને આ ઇનોવેશન કર્યું છે. એનપીસીઆઈનું માનવું છે કે આ ઇનોવેશનથી કાર્ડ વિના લોકો સરળતાથી અને સુવિધાજનક રીતે પૈસા ઉપાડી શકે છે. આ વ્યવસ્થા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વધારે ઉપયોગી સાબિત થશે. કારણ કે અહીં ઘણા લોકો પાસે બેંકના કાર્ડ હોતા નથી. 


આ પણ વાંચો: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ સિક્રેટ ટ્રીક્સ અપનાવશો તો અડધાથી પણ ઓછી કિંમતે થશે ખરીદી


યુપીઆઈ એટીએમની ખાસિયતો


- આ એટીએમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાંથી પૈસા ઉપાડવા માટે તમારે કાર્ડની જરૂર નથી તમે ફોનનો ઉપયોગ કરીને પૈસાની લેતી દેતી કરી શકો છો.


- યુપીઆઈ એટીએમ બધી જ બેંકો સાથે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે કોઈપણ બેંકના ખાતેદાર આ એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે. 


- યુપીઆઈ એટીએમ માંથી તમે એકવારમાં 10000 સુધીની રકમ ઉપાડી શકો છો. 


- આ એટીએમમાં તમારે પીન પણ એડ કરવો નહીં પડે જેથી સેફ્ટી વધી જાય છે. 


આ પણ વાંચો: ફોનને સેફ રાખવા તેના પર કવર લગાડો છો? તો જાણી લો આ કવરથી થતા નુકસાન વિશે પણ


કેવી રીતે યુપીઆઈ એટીએમ કરે છે કામ ? 


- સૌથી પહેલા યુપીઆઈ એટીએમ પર જવું.


- એટીએમમાં તમે કેટલા પૈસા ઉપાડવા માંગો છો તે રકમ પસંદ કરો. 


- રકમ પસંદ કર્યા પછી એટીએમ સ્ક્રીન પર એક ક્યુઆર કોડ દેખાશે. આ કોડને ફોન વડે સ્કેન કરો. 


- કોડને સ્કેન કરવા માટે ફોનમાં યુપીઆઈ એપ્લિકેશન ખોલો અને એટીએમ સ્ક્રીન પર દેખાડવામાં આવેલા કોડને સ્કેન કરો. આમ કરવાથી તમારો ફોન અને યુપીઆઈ એટીએમ કનેક્ટ થશે. 


આ પણ વાંચો: iPhone Battery Tricks: આ સેટિંગ કરી લેશો તો આઈફોન ચાર્જ કર્યા વિના ચાલશે આખો દિવસ


- પૈસા ઉપાડવાની પ્રોસેસ પૂરી કરવા માટે ફોનમાં યુપીઆઈ પીન એડ કરો. 


- ફોનમાં યુપીઆઈ પીન એડ કરશો એટલે એટીએમ પેમેન્ટ પ્રોસેસને પૂરી કરશે અને તમે પસંદ કરેલી રકમ એટીએમમાંથી બહાર આવશે.