નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર તમે ઘણો સમય પસાર કરો છો. એક રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે એક વ્યક્તિ સરેરાશ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ત્રણ કલાક પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સાથે જ તમે સારી કમાણી પણ કરી શકે છો. કદાચ તમારામાંથી કેટલાક લોકોને આ વિશે જાણકારી હશે. થોડા દિવસો પહેલાં અમે તમને જણાવ્યું હતું કે તમે ઘરે બેઠા કઇ રીતે ગૂગલ (google) દ્વારા લાખો રૂપિયા કમાઇ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ Instagram દ્વારા કમાણી કરવા માંગો છો તો તમારા ફોલોવર્સની સંખ્યા સારી હોવી જોઇએ. અમે આગળ જણાવીશું કે ફોલોવર્સની સંખ્યા થતાં તમે કેવી રીતે Instagram ને પોતાની કમાણીનું માધ્યમ બનાવી શકો છો. આ સોશિયલ મીડિયા વેબસાઇટ પર તમને તમારા ફોલોવર્સને વધારવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. જો તમે ફોલોવર્સની સંખ્યાને રિચ (વધુ ફોલોવર્સ) કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે તમારી પ્રોફાઇલ કેવી દેખાઇ છે.

હવે ફ્રી નહીં જીયો પર વૉઇસ કોલ, આપવા પડશે 6 પૈસા પ્રતિ મિનિટ


તમે કોઇપણ Instagram યૂઝરને પણ ફોલો કરે છે જ્યારે તેની સારી ડિસ્પ્લે પિક્ચર સાથે જ ઇંસ્ટાગ્રામ (Instagram) પર દમદાર બાયો હોવી જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને તમે પણ તમારો ડીપી લગાવો અને બાયો લખો. તમારી સારી ડિસ્પ્લે પિક્ચર અને બાયો યૂઝર તમને ઓટોમેટિક ફોલો કરવા માટે દબાણ કરશે.


તમે કેટલા એક્ટિવ છો
દમદાર ડિસ્પ્લે પિક્ચર અને બાયો ઉપરાંત એ પણ મહત્વપૂર્ણ છે કે તમે ઇંસ્ટાગ્રામ (Instagram) પર પોતાને કેટલા એક્ટિવ રાખો છો. ઘણીવાર લોકો એકાઉન્ટ બનાવીને ભૂલી જાય છે અથવા ઘણા અઠવાડિયા પછી ઘણા બધા ફોટા અપલોડ કરીને ફરીથી ગાયબ થઇ જાવ છો. ઇંસ્ટાગ્રામ પર ફોલોવર્સ ઉમેરવા માટે યૂજર્સને જોઇએ છે કે તે ઇંસ્ટાગ્રામ પર રેગુલર એક્ટિવ રહે અને દરરોજ ક્વોલિટી ઇમેજ પોસ્ટ કરે, જેથી ફોલોવર્સ સાથે સતત એંગેજમેન્ટ જળવાઇ રહે છે.

ઇનવેસ્ટમેન્ટ વગર ઇન્ટરનેટ દ્વારા કરો કમાણી, દર કલાકે થશે હજારોમાં ઇનકમ


આવા હોવા જોઇએ ફોટો
યૂજરને Instagram એકાઉન્ટ પર હાઇ ક્વોલિટીના એવા ફોટો પોસ્ટ કરવા જોઇએ, જે વધુમાં વધુ યુઝર્સને પ્રભાવિત કરો. તેનાથી તમારી પોઝિટિવ ઇમેજ તૈયાર થાય છે. આ ઉપરાંત એંગેજમેન્ટ વધારવા માટે તમારા હૈશટૈગ પણ સારા હોવા જોઇએ. ઇંસ્ટાગ્રામ પર તમારા ફોલોવર્સ વધારવા અને એંગેજમેન્ટ જાળવી રાખવા માટે તમે તમારા ફોલોવર્સની પોસ્ટ પર કોમેન્ટ અને રિએક્શન કરતા રહો.

Whatsapp યૂઝર્સ માટે આનંદના સમાચાર, બહુ જલદી આ ફીચરની થશે એન્ટ્રી, લીક થયા PHOTOS


આ રીતે થશે કમાણી
હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે ફોલોવર્સની સંખ્યા અને એંગેજમેન્ટ વધારવાથી ઇનકમ થવાને શું સંબંધ છે. તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામના માધ્યમથી કમાણી કરવાનો કોન્સેપ્ટ બ્લોગિંગ સામે મેચ થાય છે. અહીંયા યૂઝર પોતાના એકાઉન્ટ દ્વારા પોતાના પાર્ટનર અથવા ક્લાઇન્ટની સર્વિસનો પ્રમોટ કરે છે. પ્રમોટિંગના બદલે યૂઝરને ઇનકમ થાય છે. જ્યારે તમે ફોલોવર્સની સંખ્યા હજારો અથવા લાખો થઇ જાય છે તો તમને ક્લાઇન્ટનો પોઝિટિવ પ્રમોશન કરવાનું હોય છે. 


સ્પોન્સર્ડ પોસ્ટ
ફેસબુકની માફક સ્પોન્સર્ડ પોસ્ટનો કોન્સેપ્ટ વેરિફાઇડ અને VIP એકાઉન્ટ માટે સારું કામ કરે છે. તેનાથી કમાણી કરવા માટે તમારી પાસે સારી સંખ્યામાં ફોલોવર્સ હોવા જરૂરી છે. તેમાં યૂઝરના પોસ્ટ કોઇ નિશ્વિત કંપની અથવા ક્લાઇન્ટ્ના પ્રોડક્ટને પ્રમોટ કરે છે. 

Amazon પર ફરીથી શરૂ થઇ રહ્યો છે મહાસેલ, 90% સુધી મળશે છૂટ, જાણો શું-શું છે ઓફર


ફોટોનો ઓનલાઇન સેલ
જો તમે સારા ફોટોગ્રાફર છો અને લાંબા સમયથી ફોટોગ્રાફી કરો છો તો તમે કોઇ ગેલેરીમાં જઇને તમારા ફોટોઝને સરળતાથી સેલ કરી શકો છો. તેના માટે યૂઝર વોટરમાર્કની સાથે પોતાના ફોટો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકે છે. તમારો કોન્ટ્રાક્ટ અને ખરીદનાર સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ તમે તમારા બાયોમાં લખી શકે છે, જેથી જો કોઇ તમારી ફોટોગ્રાફ પસંદ કરે છે તો તમારો સંપર્ક કરીને તેને ખરીદી શકે છે. 

Tik Tokને ટક્કર આપવા માટે Google કરી તૈયારી, લઇ શકે છે મોટો નિર્ણય


ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને સેલ કરી દો
જો તમારે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોવર્સ સારા છે અને તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. અથવા તમારી પાસે કોઇ ક્લાઇન્ટના પ્રોડક્ટને પ્રમોટ કરવાનો સમય નથી તો તમે આ એકાઉન્ટને વેચી પણ શકો છો. Famewap સહિત ઘણી વેબસાઇટ છે, જ્યાં યૂઝર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને વેચી શકે છે.