નવી દિલ્હીઃ સ્માર્ટફોન ચોરી કે ગુમ થવા પર ન માત્ર હજારો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ઘણા લોકોનો ડેટા, ફોટો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમ થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોવાયેલો ફોન શોધવાની રીત
તેથી આજે તમને લાપતા મોબાઈલ કે ચોરી અથવા ગુમ થયેલ ફોનની જાણકારી મેળવવાની એક ખાસ રીત જણાવી રહ્યાં છીએ, જાણો વિગત


DoT india એ જણાવી રીત
X પ્લેટફોર્મ પર ડિપાર્ટમેન્ટ ઓપ ટેલીકમ્યુનિકેશને એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવ્યું કે સંચાર સાથી શોધી લે છે લાપતા મોબાઈલ.


આટલા લાખ ફોન મળ્યા
એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યું કે આશરે 1.32 લાખ ચોરી/ગુમ મોબાઈલની જાણકારી મેળવી તેને તેના માલિકોને સોંપી દેવામાં આવ્યા છે. 


આ પોર્ટલ પર પહોંચો
પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે રિપોર્ટ સંચાર સાથી પોર્ટલ (Sancharsaathi.gov.in/) પર જઈને કરો.


આ ઓપ્શન પર કરો ક્લિક
ત્યારબાદ મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર એક વેબસાઈટ ઓપન થશે. અહીં યૂઝર્સને Block Your Lost/Stolen Mobile નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.


પોર્ટલ પર આપો જાણકારી
ત્યારબાદ ચોરી થયેલ ફોનની વિગત આપો અને IMEI નંબર સબમિટ કરો. અહીં રોચીનું લોકેશન અને માલિકની વિગત આપવી પડશે.


અંતમાં સબમિટ કરો
પોલીસ ફરિયાદ દાખલ કરવી પડશે. ત્યારબાદ કેપ્ચા, મોબાઈલ નંબર અને ઓટીપી આવ્યા બાદ સબમિટ કરો.


રાખો ધ્યાન
કોઈપણ વેબસાઈટ પર ઓટીપી એન્ટર કરતા પહેલા તેની સત્યતા તપાસો. ઈન્ટરનેટ પર ઘણી ફેક વેબસાઈટ હાજર છે, જે સરખા નામની સાથે હોય છે. તેમાં તમે છેતરાઈ શકો છો.