GOOD NEWS : તમારો ખોવાયેલ મોબાઇલ શોધવામાં હવે સરકાર કરશે મદદ
ખોવાઇ જવાના કે ચોરી થઇ જવાના ડરથી તમે મોંઘો મોબાઇલ (Mobile) ફોન વાપરતા ડર લાગે છે? મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો હવે ડરવાની જરૂર નથી. સરકાર આ મામલે તમને મદદ કરવા આગળ આવી છે. સરકારી દૂરસંચાર વિભાગ (Department of Telecommunications) દ્વારા આ દિશામાં નોંધનિય પગલું ભરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્રર (central equipment identity register) દ્વારા તમારો ખોવાયેલ મોબાઇલ ફોન તમને શોધવામાં મદદ મળી રહેશે.
નવી દિલ્હી : ખોવાઇ જવાના કે ચોરી થઇ જવાના ડરથી તમે મોંઘો મોબાઇલ (Mobile) ફોન વાપરતા ડર લાગે છે? મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો હવે ડરવાની જરૂર નથી. સરકાર આ મામલે તમને મદદ કરવા આગળ આવી છે. સરકારી દૂરસંચાર વિભાગ (Department of Telecommunications) દ્વારા આ દિશામાં નોંધનિય પગલું ભરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર (central equipment identity register) દ્વારા તમારો ખોવાયેલ મોબાઇલ ફોન તમને શોધવામાં મદદ મળી રહેશે.
કેવી રીતે પરત મળી શકે મોબાઇલ
હવે તમારા ખોવાયેલા મોબાઇલ ફોન મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારો ફોન શોધવા માટે તમારી મદદે આગળ આવી છે. આ માટે દૂરસંચાર વિભાગ દ્વારા એક નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેનું નામ છે સેન્ટ્રલ આઇડેન્ટીટી રજીસ્ટ્રર (સીઇઆઇઆર) (CEIR). આ પ્રોજેક્ટ અંતર્ગત ખોવાયેલ મોબાઇલ ફોન શોધવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટથી તમારો ફોન બ્લોક કરી શકાશે અને ટ્રેસ પણ કરી શકાશે. ફોન પરત મળ્યા બાદ એને અનબ્લોક પણ કરી શકાશે.
મોબાઇલ ખોવાય તો શું કરવું?
જો તમારો મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ ગયો છે અને તે તમે પરત મેળવવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમે આ અંગે પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવો. પોલીસ ફરિયાદ બાદ તમે CEIR વેબસાઇટ પર જાવ અને તમારા મોબાઇલના IMEI નંબર સહિતની વિગતો ભરીને તમે મોબાઇલ બ્લોક કરાવી શકો છો. સાથોસાથ ટ્રેસ પણ કરાવી શકો છો. લોકેશન મળ્યા બાદ પોલીસની મદદથી ફોન પરત મેળવી શકાય છે. જુઓ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર