નવી દિલ્હીઃ ભારતમાં આજકાલ  5G Services ને યૂઝ કરવાનું મત દરેક એક મોબાઇલ યૂઝર્સને છે. આ સુપર ફાસ્ટ ઇન્ટરનેટ સર્વિસની શરૂઆત હાલમાં થઈ છે. Reliance Jio એ હાલમાં પોતાની 5જી સર્વિસનો વિસ્તાર કરતા દિલ્હી-એનસીઆરમાં પણ આવનારા દરેક ક્ષેત્રમાં સેવાઓ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ક્યા-ક્યા શહેરોમાં ઉપલબ્ધ છે Jio True 5G ની સેવાઓ?
તેવામાં હવે દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકત્તા, વારાણસી, ચેન્નઈ, બેંગલુરૂ, નાથદ્વારા અને હૈદરાબાદમાં Jio True 5G ની સેવાઓ શરૂ થઈ ચુકી છે. તો આવનારા સમયમાં રિલાયન્સ ભારતના અન્ય શહેરોમાં પોતાની 5G Services ફેલાવવા જઈ રહી છે. જો તમે ઉપર જણાવેલા શહેરોમાંથી કોઈ એક શહેરમાં રહો છો તો તમે જિયો5જી સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો, પરંતુ સવાલ છે કઈ રીતે? 


આ પણ વાંચોઃ ivo એ લોન્ચ કર્યો વોટરપ્રૂફ Smartphone, ડિઝાઇન જોઇને લોકો બોલ્યા- OMG! નજર ન લાગે


3. Jio 5G સર્વિસનો ફાયદો કઈ રીતે ઉઠાવો?
Jio એ આ શહેરોના લોકો માટે વેલકમ ઓફરની શરૂઆત કરી છે. આ ટેલીકોમ કંપનીએ Jio Welcome offer ની શરૂઆત કરી છે, જેના દ્વારા કેટલાક કસ્ટમરને પસંદ કરવામાં આવશે અને તે જિયો 5જી સર્વિસનો લાભ ઉઠાવી શકશે. 


3. Jio Welcome offer શું છે?
Jio Welcome offer એક એવી સુવિધા છે, જે હાલ દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ સહિત 5 અન્ય શહેરોમાં ઉપલબ્ધ છે. આ શહેરોમાં જિયો પોતાની વેલકમ 5જી ઓફર હેઠળ યૂઝર્સને 1gbps સુધીની સ્પીડની સાથે અનલિમિટેડ 5જી ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે. જિયો વેલકમ ઓફર મેળવવા માટે કેટલીક શરતો છે. 


આ પણ વાંચોઃ Samsung નું વધ્યું ટેન્શન, આવી રહ્યો છે OPPO નો બે સ્ક્રીનવાળો Smartphone


4. જિયો વેલકમ ઓફર માટે શું શરત છે?
જો તમે જિયો વેલકમ ઓફરનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલી ત્રણ વાતનું ધ્યાન રાખવું પડશે. 
- યૂઝર્સની પાસે 5G Device હોવી જોઈએ.
- યૂઝર્સ Jio 5G-network કવરેજ એરિયામાં હોવો જોઈએ.
- યૂઝર્સની પાસે જિયો પોસ્ટપેડ કે પ્રીપેડનો 239 રૂપિયા કે તેનાથી ઉપરનો પ્લાન એક્ટિવ હોવો જોઈએ. 


5. Jio 5G ની સુવિધા ફ્રીમાં કઈ રીતે મળશે (How to get Jio 5G for free)?
Jio 5G ને ફ્રીમાં મેળવવા માટે તમારી પાસે ઉપર જણાવવામાં આવેલી ત્રણ વસ્તુ હોવી જોઈએ. ત્યારબાદ તમારે જિયો તરફથી આવનારા ઇનવિટેશન કોડની રાહ જોવી પડશે. રિપોર્ટ અનુસાર જિયો તે યૂઝર્સને ઇનવાઇટ મોકલી રહ્યું છે, જેની પાસે 239 રૂપિયા કે તેનાથી ઉપરનો જિયો પ્લાન એક્ટિવ છે. તેવામાં તમારે My Jio app માં જઈને ચેક કરવું પડશે કે તમને ઇનવાઇટ આવ્યું છે કે નહીં. જો આવ્યું છે તો તમે જિયો 5જી સર્વિસનો યૂઝ કરી શકો છો. જો ન આવ્યું હોય તો તમારે થોડી રાહ જોવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube