Link Driving Licence with Digilocker: ડિજીલોકર એ સરકારી ક્લાઉડ-આધારિત મોબાઇલ એપ્લિકેશન છે, જ્યાં આધાર કાર્ડ ધારક તેની ઓળખ સંબંધિત દસ્તાવેજોની સોફ્ટ કોપી સ્ટોર કરી શકે છે. આમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સામેલ છે. જો તમે વારંવાર તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે ભૂલી જાઓ છો અને તેના માટે તમને દંડ ફટકારવામાં આવે છે તો તમારે તમારા DL ને ડિજીલોકર સાથે લિંક કરવું આવશ્યક છે. આ સાથે તમે તમારા DLને ઘરે રાખી શકો છો કારણ કે ડિજીલોકરમાં હાજર માત્ર સોફ્ટ કોપી જ તમારા અસલ DL તરીકે કામ કરશે અને પોલીસ તમારું ચલણ કાપશે નહીં.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળામાં આ સંજીવની છોડ તમારા સૌદર્યને નિખારશે, બીજા ફાયદા તો ખરા જ!!!
Sexual Health: શું તમે પણ 9 વાગ્યાથી પછી બાંધો છો શારીરિક સંબંધ? તો જરૂરથી વાંચજો
શું તમને પણ વારંવાર ચહેરા પર થાય છે ખીલ, આ રહ્યું તમારી સમસ્યાનું કાયમી સોલ્યુશન


- DigiLocker મોબાઈલ એપ ખોલો અને જો તમે રજિસ્ટર્ડ સભ્ય ન હોવ તો પહેલા "સાઇન અપ કરો".
- જો તમે પહેલાથી જ રજિસ્ટર્ડ સભ્ય છો તો તમારા ઓળખપત્ર સાથે લોગિન કરો.
- લોગ ઈન કર્યા પછી હોમ સ્ક્રીન પર જ સર્ચ બાર દેખાશે, ત્યાં ડ્રાઈવિંગ લાઇસન્સ લખો.
- હવે તમને ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
- અહીં તમારી કેટલીક માહિતી પહેલેથી જ લખેલી હશે અને તમારે તમારો DL નંબર ભરવો પડશે.
ત્યાર બાદ Get Document પર ક્લિક કરો. હવે તમે DL એપમાં જોવા મળશે.

Mangalwar Ke Upay: મંગળવારના દિવસે આમાંથી કોઈ એક કામ કરો, જીવનની તમામ પરેશાનીઓમાંથી મળશે મુક્તિ
ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય? ગુજરાત પોલીસે કર્યો ધડાકો
Shani Shukra Yuti: મિત્ર ગ્રહોની યુતિ ચમકાશે આ લોકોની કિસ્મત, બેંક એકાઉન્ટ ઉભરાશે


DL ને DigiLocker સાથે લિંક કરવાના ફાયદા
જ્યારે પણ તમે વાહન ચલાવો ત્યારે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાની જરૂર નથી, તમે તેને ઘરે રાખી શકો છો અને ડિજીલોકરમાં તેની સોફ્ટ કોપી સાથે કામ કરી શકો છો. તે તમામ સ્થળોએ માન્ય છે. વધુમાં તે તમારા દસ્તાવેજો સાથે રાખવાની પેપરલેસ પદ્ધતિ છે, જેનાથી નુકસાનનું જોખમ ના બરોબર છે.


આટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ માટે તેનો ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર યાદ રાખવો મુશ્કેલ છે. આ પ્લેટફોર્મ દ્વારા, તમે કોઈપણ સમયે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી સરળતાથી મેળવી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી ચકાસવા માટે એક QR કોડ પણ છે, જેને સ્કેન કરીને ડ્રાઇવિંગ લાયસન્સની ચકાસણી કરી શકાય છે.


Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube