નવી દિલ્હી :ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ (whatsapp) પર આપણે રોજ હજારો લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ જો તમે તમારા ચેટને બીજાની નજરથી દૂર રાખવા માંગો છો તો તેના માટે વોટ્સએપ દ્વારા હાલમાં જ એક અપડેટ આપવામાં આવ્યું છે. જેને ફિંગરપ્રિન્ટ (fingerPrint) લોક કહેવાય છે. તે તમને વોટ્સએપ પર તમારી ચેટ (whatsapp Chat) સિક્યોર કરવામાં મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાર રેલવે સ્ટેશનનો દિલધડક Video


એન્ડ્રોઈડ પર આવી રીતે કરો ચેટ લોક


  • સૌથી પહેલા એન્ડ્રોઈડ પર વોટ્સએપ ચેટને ઈનેબલ કરવા માટે તમે પહેલા એ જુઓ કે તમારા ફોનમાં વોટ્સએપ એડિશન 2.19.221ને ઓપરેટ કરી રહ્યું છે.

  • તેના બાદ તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર વોટ્સએપ સેટિંગ્સના ઓપ્શનમાં જાઓ.

  • હવે એકાઉન્ટના સબ સેક્શનમાં જાઓ અને પ્રાઈવસી પર ટેપ કરો.

  • પ્રાઈવસી પર ટેપ કર્યા બાદ છેલ્લો ઓપ્શન એટલે કે ફિંગરપ્રિન્ટ અનલોક પર સ્ક્રોલ કરો. 

  • હવે તમે ફરી ફિંગરપ્રિન્ટ લોક પર ટેપ કરો છો, જેના બાદ તમને કન્ફર્મ કરવાનું કહેવામાં આવશે કે, શું તમે સેન્સર પર તમારી રજિસ્ટર્ડ આંગળીથી વોટ્સએપને લોક-અનલોક કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરવા માંગો છો કે નહિ. 


ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર


IOS પર ચેટ લોક કરો


  • સૌથી પહેલા ચકાસો કે, તમારો ફોન વોટ્સએપ એડિશન 2.19.20ને ઓપરેટ કરી રહ્યું છે.

  • હવે સૌથી પહેલા તમારા iPhone પર સેટિંગ્સ ટેબ પર જાઓ અને પ્રાઈવસી પર ટેપ કરો.

  • સ્ક્રીન લોક કરવા માટે નીચે સ્ક્રોલ કરો અને ટોગલને સેટ કરો.

  • એકવાર જ્યારે તમે ટોગલ સ્ટાર્ટ કરી દેશો, તો iPhone પર તમારી ટચ આઈડી વોટ્સએપ માટે એક્ટિવ બની જશે, અને જો તમારા પાસે ફેસ આઈડી છે, તો તમારો ચહેરો વોટ્સએપ ચેટને અનલોક કરી દેશે.