Gmail પર પણ મોકલી શકો છો Group Emails, જાણો અહીં આ સરળ રીત
એક સાથે જ્યારે ઘણા લોકોને Email મોકલવાનો હોય, તો એક-એક કરી તેમને મોકલવા ઘણું મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં Group Emails તમને કામ લાગી શકે છે. તેમાં એક સાથે મોટા ગ્રુપને Mails મોકલવાનું સરળ થઇ જાય છે. Gmail માં પણ આ ફિચર છે
નવી દિલ્હી: એક સાથે જ્યારે ઘણા લોકોને Email મોકલવાનો હોય, તો એક-એક કરી તેમને મોકલવા ઘણું મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં Group Emails તમને કામ લાગી શકે છે. તેમાં એક સાથે મોટા ગ્રુપને Mails મોકલવાનું સરળ થઇ જાય છે. Gmail માં પણ આ ફિચર છે. તમે સરળતાથી Group Emails ક્રિએટ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે કરી શકાય છે...
આ રીતે Gmail પર લોકોને Group Emails મોકલો
Gmail પર Group Emails બનાવવા માટે, તમારે એક લેબલ બનાવવું પડશે. તે Group Email મોકલવા માંગે છે તેવા લોકોને ઉમેરવાની જરૂર છે. આ પછી, જ્યારે આ Group ના લોકો Email કરવા માંગતા હોય, તો તમે આ લેબલનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે લોકો કોન્ટેક્ટ માટે Gmail ID નો ઉપયોગ કરે છે. જો તમે ઇચ્છો, તો મેન્યુઅલી લોકોની Email ID ને Google contacts list ઉમેરી શકો છો. જ્યારે લોકો ને Google contacts lis માં ઉમેરતા હોય, તો પછી તમે એક લેબલ બનાવી શકો છો.
આ રીતે Gmail પર લોકોને મોકલો ગ્રુપ ઈ-મેઇલ
- સૌથી પહેલા તમારા Gmail ને બ્રાઉઝર પર ઓપન કરો. ત્યારબાદ સાઈન-ઈન થવા લોગિંન કરો.
- ટોચ પર જમણા-ખૂણામાં એપ્લિકેશન બોક્સ પર ક્લિક કરો અને અહીં Contacts પસંદ કરો.
- હવે તમે કોન્ટેક્ટ પેજ પર Google contacts નું લિસ્ટ જોશો.
- હવે તે contact ને સિલેક્ટ કરો, જેમને તમારે group mailing list માં જોડવા ઇચ્છો છો. તેના માટે કોન્ટેક્ટ પર તમારા માઉસને ફેરવો અને પસંદ કરવાના બોક્સને સિલેક્ટ કરો. અહીં પર લોકોના email ID દ્વારા કનેક્ટ કરે છે.
- જ્યારે તમે તમામ કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરો છો, તો label icon પર ટેપ કરો.
- હવે Create Label પર ક્લિક કર્યા બાદ તેને કોઇપણ નામ આપો. જેમ કે, ઓફિસ ગ્રુપ માટે અલગ નામ અને પર્સનલ ગ્રુપ માટે અલગ નામ વગેરે.
લેબલની મદદથી પણ મોકલો ગ્રુપ મેઈલ
લેબલ બનાવ્યા બાદ તમે જી મેઈલ પર આ રીતે મોકલી શકો છો ગ્રુપ ઈ-મેઈલ...
- બ્રાઉઝર પર Gmail ખોલો. આ પછી, નવો Emai મોકલવા માટે Compose પર ક્લિક કરો.
- હવે તમે જે ગ્રુપને Email મોકલવા માંગો છો તેનું લેબલ ટાઇપ કરો. તે તેમને ઓટોમેટિકલી જોવા મળશે. તેને સિલેક્ટ કરવા માટે તેના પર ટેપ કરો.
- એકવાર જ્યારે તમે Label સિલેક્ટ કરો છો, તો તેના અંતર્ગત તમા Gmail ID ઓટોમેટિકલી ત્યાં જોડાઈ જશે. ત્યારબાદ મેસેજ ટાઈપ કરો અને તેને મોકલી દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube