જો ફોન ચોરાઈ જાય, તો માત્ર તમે પૈસા ગુમાવશો નહીં. બલ્કે તમારો અંગત ડેટા બીજાના હાથમાં પણ આવી શકે છે. આ સાથે ફોનમાં ઓનલાઈન પેમેન્ટ એપ્સ પણ હોય છે. આવા કિસ્સામાં, જો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો સૌથી પહેલા ફોનને બ્લોક કરવો જોઈએ. તેમજ તેનું ટ્રેકિંગ કરવું પડશે. સંચાર સાથી પોર્ટલની મદદથી ફોનને બ્લોક અને ટ્રેક કરી શકાય છે. બીજી તરફ, જો ચોરાયેલો ફોન પાછો મળી જાય છે, તો તેને કોમ્યુનિકેશન પોર્ટલ પર જઈને અનબ્લોક પણ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની સુવિધા માટે સરકારે (Sanchar Saathi Portal)સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું છે.  આ પોર્ટલ પર તમે ખોવાયેલા મોબાઈલ વિશે સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો. આ પોર્ટલ દ્વારા તમે એ પણ જાણી શકશો કે એક આઈડી પર કેટલા સિમ કાર્ડ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો:
શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ
ભુક્કા કાઢી નાખ્યા આ કારે, 1 લાખ લોકોનું કાર માટે વેઈટિંગ, આપે છે 26KMની માઈલેજ
અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ


ફોન કેવી રીતે અનબ્લોક કરવો
સૌ પ્રથમ તમારે https://sancharsaathi.gov.in/ પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી Citizen Centric Services માં જાઓ.
અહીં તમારે Block Your Lost/Stolen Mobile વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમને ગુમ થયેલ મોબાઈલ, તેને અનબ્લોક કરવાનો વિકલ્પ મળશે.
હવે અનબ્લોક કરવા માટે, Un-Block Found Mobile વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમારે રિક્વેસ્ટ આઈડી નંબર દાખલ કરવો પડશે.
હવે તે મોબાઈલ નંબર દાખલ કરો જે બ્લોક કરતી વખતે OTP માટે દાખલ કરવામાં આવ્યો હતો.
હવે અનબ્લોક કરવાનુ રીઝન એડ કરવુ પડશે.
તે પછી કેપ્ચા અને નંબર સબમિટ કરો જેના પર તમને OTP જોઈએ છે.


IMEI નંબર ફરિયાદ માટે સૌથી મહત્વપૂર્ણ
ચોરાયેલા મોબાઈલને ટ્રેક કરવા માટે તમારે મોબાઈલનો IMEI નંબર જણાવવો પડશે. જે તમારા ચોરેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવા અને બ્લોક કરવામાં મદદ કરશે. આ 15 અંકનો અનન્ય નંબર છે. આ કિસ્સામાં, મોબાઇલ નેટવર્ક પ્રોવાઈડર પાસે તમારા મોબાઇલના IMEI નંબરની ઍક્સેસ હશે. જો કોઈ અનરજિસ્ટર્ડ મોબાઈલ પરથી કોલ કરે તો તેની ઓળખ થઈ શકે છે. જો તમને લાગે છે કે કોઈપણ નંબર છેતરપિંડી છે, તો તમે તે નંબરને બ્લોક કરી શકો છો.


આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube