WhatsApp Feature: કંપનીએ પુરી કરી યુઝર્સની ડિમાન્ડ, વોટ્સએપમાં આવી ગયું શાનદાર ફીચર
WhatsApp Tab Swiping Feature: વોટ્સએપે યૂઝર્સની ઈચ્છા પૂરી કરી! હવે એક ટેબથી બીજા ટેબમાં જવું સરળ બનશે, જાણો નવા ફીચર વિશે.
WhatsApp Tab Swiping Feature: વોટ્સએપ દ્વારા હંમેશા પોતાના યુઝર્સ માટે કંઈકને કંઈક નવી ફેસેલિટી લાવવામાં આવતી હોય છે. યુઝર્સની ડિમાન્ડને પણ વોટ્સએપ દ્વારા સતત ધ્યાને રાખવામાં આવતી હોય છે. ત્યારે આવખતે પણ વોટ્સએપે યુઝર્સ ડિમાન્ડને જોતા એક શાનદાર ફીચરનો ઉમેરો કર્યો છે. લાંબા સમયથી આ ફીચરની રાહ જોવાઈ રહી હતી. એવું એક ફીચર વોટ્સએપ પર આવ્યું છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આનાથી વપરાશકર્તાઓ સરળતાથી ટેબ વચ્ચે સ્વિચ કરી શકશે. આ સુવિધા મેટાની માલિકીની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppના તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે. આવો જાણીએ આ ફીચર વિશે વિગતવાર...
WABetainfo વેબસાઈટ, જે WhatsAppના આગામી ફીચર્સ પર નજર રાખે છે, તેણે તેના લેટેસ્ટ રિપોર્ટમાં ટેબ સ્વાઈપિંગ ફીચર વિશે માહિતી શેર કરી છે. રિપોર્ટ અનુસાર, કેટલાક લકી બીટા યુઝર્સ જેમણે Google Play Store પરથી Android 2.23.13.9 અપડેટ માટે WhatsApp બીટા ઇન્સ્ટોલ કર્યું છે તેમને ટેબ વચ્ચે સ્વાઇપ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે
વોટ્સએપ યુઝર્સને હવે માત્ર ચેટ અને કોલ ટેબ વચ્ચે સ્વિચ કરવા માટે જમણે અને ડાબે સ્વાઈપ કરવાની મંજૂરી આપવામાં આવશે. રિપોર્ટમાં આપવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે WhatsAppનું નવું ફીચર કેવી રીતે કામ કરશે. વીડિયોમાં ખાસ બતાવવામાં આવ્યું છે કે યુઝર્સ હવે સ્ક્રીન પર જમણે અને ડાબે સ્વાઇપ કરીને જ ચેટ્સ અને કૉલ્સ ટેબ પર જઈ શકશે.
આ નવું ફીચર વોટ્સએપ દ્વારા યુઝર ફીડબેકના આધારે લોન્ચ કરવામાં આવ્યું છે. અગાઉ, કંપનીને આ એપમાં નીચેના નેવિગેશન બાર માટે ઘણી વિનંતીઓ મળી હતી. જ્યારે વપરાશકર્તાઓને ખબર પડી કે તેઓ હવે ટેબ વચ્ચે સ્વાઇપ કરી શકશે નહીં, ત્યારે તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો. તમને એ જાણીને ખુશી થશે કે આ ફીચર હવે ફરી લોન્ચ કરવામાં આવી રહ્યું છે, કારણ કે WhatsApp યુઝર્સની સુવિધાને મહત્વ આપે છે. અગાઉ આ સુવિધા મટિરિયલ ડિઝાઇન 3 માર્ગદર્શિકાને અનુરૂપ ન હતી, તેથી તેને દૂર કરવામાં આવી હતી.