સૌથી લોકપ્રિય OTT પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો, Netflix અને Amazon Prime ટોચની યાદીમાં આવે છે. બંને પ્લેટફોર્મ પર સમયાંતરે નવી ફિલ્મો અને સીરીઝ રિલીઝ કરવામાં આવી રહી છે. જો તમે OTT પર વધુ એક્ટીવ છો તો બંનેનું સબ્સ્ક્રિપ્શન ખૂબ મહત્વનું છે. તેનું સબ્સ્ક્રિપ્શન થોડું મોંઘું છે, પરંતુ બંને મફતમાં મળી શકે છે. ચાલો જાણીએ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો કેવી રીતે મફતમાં જોઈ શકાય....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિઓ કેવી રીતે મફતમાં જોવા
જેમની પાસે સબ્સ્ક્રિપ્શન પ્લાન છે તેઓ જ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનો ઉપયોગ કરી શકે છે. પરંતુ જો તમે ફ્રીમાં જોવા માંગો છો, તો તમારે Jio અથવા Airtelના પોસ્ટપેડ પ્લાનની જરૂર પડશે. જેઓ પોસ્ટપેડ પ્લાન માટે ચૂકવણી કરી રહ્યા છે તેઓ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયોને મફતમાં ઍક્સેસ કરી શકશે. ચાલો જાણીએ બંને પ્લાનમાં શું ઓફર કરવામાં આવશે.



Jio 699 પોસ્ટપેડ પ્લાન
Jioનો રૂ. 699 પોસ્ટપેડ પ્લાન નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, જિયોસિનેમા અને જિયોટીવીની Free ઍક્સેસ સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલિંગ, 100GB ડેટા અને 100SMS મળે છે. આ પ્લાનમાં પરિવારના 3 સભ્યો ઉમેરી શકાય છે. જેમા દરેકને 5GB ડેટા મળશે.


Airtel 1,199 પ્રીપેડ પ્લાન
નેટફ્લિક્સનો બેઝીક મંથલી પ્લાન એરટેલના રૂ. 1199 પ્રીપેડ પ્લાનમાં ઉપલબ્ધ છે. કોઈપણ વધારાના ખર્ચ વિના 6 મહિના માટે તમે એમેઝોન પ્રાઇમ અને 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ યુઝ કરી શકો છો.


તમને જણાવી દઈએ કે, Netflixનો સબસ્ક્રિપ્શન પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે બેઝિક પ્લાનની કિંમત 199 રૂપિયા છે. જ્યારે એમેઝોન પ્રાઇમનો માસિક પેક રૂ. 299 છે, જ્યારે ત્રણ મહિનાનો પ્લાન રૂ. 599 છે.


આ પણ વાંચો:
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા
AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે તે ખાસ જાણો
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube