Car Brake Fail: જો કારની બ્રેક ફેલ થઈ જાય તો ગભરાવવાની જગ્યા તમારે સમજદારી અને સાવધાનીપૂર્વક ગાડી રોકવાની કોશિશ કરવી જોઈએ. અહીં અમુક રીત બતાવવામાં આવી છે જે તમારી અને બીજા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગભરાશો નહીં અને શાંત રહો
સૌથી પહેલા તમારા મનને શાંત રાખો જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.


2. હેન્ડબ્રેકનો ઉપયોગ કરો
ધીરે ધીરે હેન્ડબ્રેક લગાવો. ધ્યાન રાખો અચાનક હેન્ડબ્રેક લગાવવાથી ગાડી સ્લીપ પણ ખાઈ શકે છે. તેણે ધીરે અને નિયંત્રિત રીતે ઉપયોગ કરો.


3. એન્જિન બ્રેકિંગનો સહારો લો
ગિયરને નીચેના ગિયરમાં નાંખો. મેન્યુઅલ ગાડીઓમાં તેણે સેકેન્ડ યા ફર્સ્ટ ગિયર સુધી લઈ જાવ અને ઓટોમેટિક ગાડીઓમાં L નો ઉપયોગ કરો. તેનાથી ગાડીની સ્પીડ ધીરે ધીરે ઓછી થઈ જશે.


4. રસ્તાના કિનારે ગાડી લઈ જાવ
ગાડીને ધીરે ધીરે રસ્તાના કિનારા પર લઈ જાવ. કોશિશ કરો કે ગાડીને એવી જગ્યા પર રોકો જ્યાં ટ્રાફિક ના હોય.


5. ઘર્ષણ વધારવા માટે ચીજો શોધો
જો સંભવ હોય તો ગાડીને ઘાસ, બંજર કે રેતવાળી જગ્યા પર લઈ જાવ. તેનાથી ગાડીની સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે અને તમને મદદ મળશે. 


6. હોર્ન અને લાઈટનો ઉપયોગ કરો
સતત હોર્ન વગાડો અને હેઝાર્ડ લાઈટ ચાલું રાખો જેથી આસપાસના વાહનો સતર્ક થઈ જાય.


7. વાહનને રોકવા માટે ઢાળ અથવા અવરોધનો ઉપયોગ કરો
વાહનને નાની ટેકરી અથવા ઢોળાવ પર લઈ જવાનો પ્રયાસ કરો.


8. ઘસવાની પદ્ધતિ અપનાવો
જો વાહનને રોકવાનો બીજો કોઈ રસ્તો ન હોય તો તેને દીવાલ, રેલિંગ અથવા કિનારા સામે અડાવો . પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ કરો.


બ્રેક ફેલથી બચવાની રીતો


  • નિયમિત રૂપે બ્રેકની સર્વિસ કરાવો. 

  • બ્રેક ફ્લૂઈડ ચેક કરો. 

  • જો કોઈ વિચિત્ર અવાજ અથવા કંપન થાય તો તરત જ મિકેનિકની સલાહ લો.

  • સાવધાની અને સાચી માહિતી સાથે તમે બ્રેક ફેઈલ થવાના કિસ્સામાં તમારી જાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખી શકો છો.