નવી દિલ્હીઃ સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ બનાવનારી કંપની Huami ભારતમાં નવા વાયરલેસ ઇયરબડ્સ લાવી રહી છે.  Amazfit PowerBuds નામના આ ઇન ટ્રૂ વાયરલેસ (TWS) ઇયરબડ્સને 6 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ ઇયરબડ્સ ઇન-ઇયર PPG હાર્ટ રેટ સેન્સરની સાથે આવશે. આ સિંગલ ચાર્જમાં 8 કલાકનો ટોકટાઇમ આપશે. તો તેની સાથે આવનાર પોર્ટેબલ મેગ્નેટિક ચાર્જર દ્વારા બેટરી બેકઅપને 24 કલાક સુધી વધારી શકાય છે. આ એમેઝોન પ્રાઇમ ડે 2020 સેલ દરમિયાન વેચાણ માટે ઉપલબ્ધ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉન્ડમાં પણ હશે દમદાર
અમેઝફિટ પાવરબડ્સ  IP55 રેટિંગની સાથે આવશે, એટલે કે વોટર અને ડસ્ટ રેજિસ્ટેન્સ હશે. કંપનીનો દાવો છે કે તેમાં કોલિંગ અને મ્યૂઝિક માટે શાનદાર સાઉન્ડ મળશે. તેમાં આપવામાં આવેલ ENC ડ્યૂલ માઇક્રોફોન બેક ગ્રાઉન્ડ નોઇસને ફિલ્ટર કરીને કોલિંગ દરમિયાન તમારો અવાજ સારો બનાવે છે. તો ધમાકેદાર સાઉન્ડ પસંદ કરનાર અને વર્કઆઉટ દરમિયયાન ઇયરબડ્સ ઉપયોગ કરનારા માટે તેમાં મોશન વીટ મોડ મળશે, જે Bass ઇફેક્ટને દમદાર બનાવે છે. 


કંપનીએ તેની કિંમત વિશે ખુલાસો કર્યો નથી. 6 ઓગસ્ટે બપોરે 12 કલાકે તેની સેલ એમેઝોન પર થશે. આ એમેઝોનની વેબસાઇટ પર પહેલાથી લિસ્ટ છે. તેના બોક્સમાં તમને ઇયરબડ્સ સિવાય ચાર્જિંગ કેસ, ઇયર હુક, યૂએસબી ટાઇપ-સી ચાર્જિંગ કેબલ, સિલિકોન ઇયરપ્લગ અને યૂઝર મેનુઅલ મળશે. 


Samsungની દમદાર સ્માર્ટવોચ, હાથના ઇશારા પર રિસીવ-રિજેક્ટ થશે કોલ


શું છે એમેઝોન પ્રાઇમ ડે સેલ
ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન બે દિવસની એક સેલનું આયોજન કરી રહ્યું છે. આ 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન વિભિન્ન પ્રોડક્ટ પર છૂટ અને ઓફર આપવામાં આવશે. એમેઝોન  HDFC બેન્ક ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. એમેઝોન પ્રાઇમ મેમ્બરને 20 ટકા કેશબેક અને વધુમાં વધુ 150 રૂપિયાની અલગથી છૂટ મળશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube