Huaweiએ લોન્ચ કર્યો 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન Mate X, 2 લાખથી વધુ છે કિંમત
અનફોલ્ડ કરવા પર આ ફોન ટેબલેટ બની જાય છે જેની ડિસ્પ્લે 8 ઇંચ છે.
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર હુઆવે (Huawei)એ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં પોતાનો પહેલો 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ Huawei Mate X રાખવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા સેમસંગે પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોનની રાહ જોવાઈ રહી હતી. ઘણી બીજી કંપનીઓએ પણ જાહેરાત કરી કે તે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.
અનફોલ્ડ કરવા પર આ ફોન ટેબલેટ બની જાય છે, જેનો ડિસ્પ્લે 8 ઈંચ છે. ફોલ્ડ કરવા પર તે 6.6 ઇંચનો સ્માર્ટફોન બની જાય છે. સેમસંગની જેમ આમાં કોઈ પ્રકારની ડિસ્પ્લેલ નોચ આપવામાં આવી નથી. આ ફોનમાં 8જીબી રેમ અને 512 જીવી ઈન્ટર્નલ મેમરી છે. તેની કિંમત 2 લાખ 10 હજાર રૂપિયા છે. આગામી કેટલાક મહિનામાં તેનું વેચાણ શરૂ થઈ જશે. પરંતુ તેની તારીખને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, તે ફોલ્ડેબલ સિવાય ઝડપથી Mate 20X લોન્ચ કરવા જઈ રહી છે જે એક 5જી સ્માર્ટફોન છે.
(ફોટો સાભારઃ ટ્વીટર)
વિશિષ્ટતાઓ
Huawei Mate X એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે Android 9 Pie પર કામ કરે છે. તેની ફ્રંટ ડિસ્પ્લે 6.6 ઇંચની છે અને પાછળની ડિસ્પ્લે 6.38 ઇંચ છે. અનફોલ્ડ કરવા પર તે 8 ઇંચનું ટેબલેટ બની જાય છે. અનફોલ્ડ કરવા પર તેની જાડાઇ 5.4mm રહી જાય છે જે iPad Proની જાડાઇ (5.9mm)થી પણ ઓછી છે. ફોલ્ડ કરી દેવા પર તેની જાડાઇ 11mm થઈ જાય છે. આ સ્માર્ટફોનમાં ટૂન-ઇન-વન ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. તેની બેટરી 4500mAhની છે. હુઆવે સુપર ચાર્જ ટેક્નોલોજીની મદદથી આ સ્માર્ટફોન 30 મિનિટમાં 85 ટકા સુધી ચાર્જ થઈ જાય છએ.
(ફોટો સાભારઃ ટ્વીટર)
5જી સ્પીડ માટે હુવાવે મેટ એક્સમાં બ્લોન્ગ 5000 5G મોડેમ આપાવમાં આવે છે. 5G નેટવર્ક મળવા પર આ ફોન 3 સેકન્ડમાં 1જીબી ડાઉનલોડ કરી શકે છે.