Huawei Mate X થયો લોન્ચ, Samsungના ફોલ્ડેબલ ફોનને આપશે ટક્કર
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન ઉત્પાદન કંપની હુવાવે (Huawei)એ પોતાનો ફોલ્ડેબલ 5G મેટ X (Mate X) લોન્ચ કરી દીધો છે. આ ફોન હજુ માત્ર ચીનમાં લોન્ચ થયો છે. ચીનમાં આ ફોન હવે પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. હુવાવેએ પોતાના સત્તાવાર વીબો એકાઉન્ટ પર આ ફોનની લોન્ચિંગની જાહેરાત કરી છે. કંપની આ ફોનને પહેલા જૂનમાં લોન્ચ કરવા ઈચ્છતી હતી પરંતુ બાદમાં આ ફોનનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.
કિંમત
હુવાવેનો આ ચર્ચિત ફોન આગામી મહિને સેલ માટે ઉપલબ્ધ થશે. હાલમાં આ ફોન માત્ર ચીનમાં લોન્ચ થયો છે. ચીમમાં આ ફોન 16999 યુઆન લગભગ 1 લાખ 70 હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
હુવાવે મેટ X સ્પેસિફિકેશન
જો વાત કરવામાં આવે સ્પેસિફિકેશનની તો હુવાવે મેટ એક્સને ઓપન કરવા પર તેમાં 8 ઇંચનો રેપઅરાઉન્ડ OLED ટેબલેટ ડિસ્પ્લે દેખાય છે. તો આ સ્માર્ટફોનને બંધ કરી દેવા પર તે 6.6 ઇંચ સ્ક્રીન વાળા સ્માર્ટફોનમાં પરિવર્તિત થઈ જાય છે. ફોલ્ડ કરવા પર સ્માર્ટફોનમાં 2480x1148 પિક્સલની સાથે 6.6 ઇંચની મેન ડિસ્પ્લે છે. અનફોલ્ડ કંડીશનમાં આ સ્માર્ટફોનમાં તમને 8 ઇંચની મેન ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 2480x2200 પિક્સલ છે. ફોલ્ડ કરવા પર તેની રિયર ડિસ્પ્લે 6.4 ઇંચની થઈ જાય છે. હુવાવેના નવા ફોનમાં કિરિન 980 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઓએસ તરીકે તેમાં એન્ડ્રોઇડ 9.0 પાઈ પર બેસ્ડ 9.1.1 આઉટ ઓફ ધ બોક્સ હાજર છે.
ફોલ્ડેબલ ફોનના રિયરમાં 40MPનો પ્રાઇમરી કેમેરો
હુવાવે મેટ એક્સમાં 55 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500 mAhની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 40 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્ચ છે. ફોનમાં રહેલા આ ટ્રિપલ Leica કેમેરા સેટઅપનો ઉપયોગ સેકન્ડરી ડિસ્પ્લેની મદદથી સેલ્ફી ક્લિક કરવા માટે પણ કરી શકાય છે.
4 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો આ જબરદસ્ત ફોન, ફીચર્સ જાણીને વિશ્વાસ નહિ આવે
હુવાવેએ 2019મા સેલ કર્યા 200 મિલિયન ફોન
હુવાવેએ અત્યાર સુધી 200 મિલિયનથી વધુ ફોન સેલ કર્યાં છે. કંપનીએ પાછલા વર્ષના મુકાબલે 64 દિવસ પહેલા આ ટારગેટ પૂરો કર્યો હતો.