Huawei P40 સિરીઝના સ્માર્ટફોનમાં હશે 5 રિયર કેમેરા, 26 માર્ચે થશે લોન્ચ
Huawei 26 માર્ચે P40 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ સિરીઝ હેઠળ કંપની ત્રણ સ્માર્ટફોન P40, P40 Pro અને P40 પ્રીમિયમ એડિશન લોન્ચ કરશે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે P40 સિરીઝની લોન્ચ ઇવેન્ટ પેરિસમાં થશે.
નવી દિલ્હીઃ ચીનની દિગ્ગજ ટેક કંપની Huawei 26 માર્ચે P40 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ સિરીઝ હેઠળ કંપની ત્રણ સ્માર્ટફોન P40, P40 Pro અને P40 પ્રીમિયમ એડિશન લોન્ચ કરશે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે P40 સિરીઝની લોન્ચ ઇવેન્ટ પેરિસમાં થશે. લોન્ચ ડેટને કન્ફર્મ કરવાની સાથે કંપનીએ ટીઝર જારી કરી ફોનના કેટલાક સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી આપી છે.
કંપની પ્રમાણે P40 સિરીઝના સ્માર્ટફોન્સ ધાંસૂ કેમેરા સેટઅપ સાથે આવશે. ફોનના રિયરમાં મોટો કેમેરા બમ્પ આપી શકાય છે, જેમાં 5 કેમેરા હશે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે P40 ડ્યૂલ ફ્રંટ કેમેરા સેટઅપથી લેસ હશે.
આ હશે કેમેરા સ્પેસિફિકેશન્સ
હાલમાં આવેલા એક લીકમાં ફોનના તમામ ખાસ સ્પેસિફિકેશન્સની જાણકારી મળી છે. જાણવા મળી રહ્યું છે કે આ ફોનમાં 52 MPનો સોની IMX700 Hexadeca Bayer RYYB લેન્ચ, 40 મેગાપિક્સલનો સોની IMX650 અલ્ટ્રા-વાઇડ સેન્સર, 3x ઓપ્ટિકલ ઝૂમ વાળો ટેલિફોટો લેન્સ, 10x ઓપ્ટિકલ ઝૂમની સાથે ડ્યૂલ પ્રિઝ્મ પેરિસ્કોપ ઝૂમ લેન્સ અને એક ટાઇમ-ઓફ-ફ્લાઇટ સેન્સર આપી શકાય છે. જાણવા મળી રહ્યું છે કે ફોનનનું મેન સેન્સર સોનીના સિસ્ટમ ડિઝાઇન વાળું હશે જેમાં 16-ઇન-1 ટેક્નોલોજી જોવા મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube