Huawei Y9s ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને બધા ફીચર
હુવાવેએ હાલમાં પોતાના હુવાવે વાય9એસને એમેઝોન પર લિસ્ટ કર્યો અને આ ફોનને લોન્ચ કરી દીધો છે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ હુવાવેએ આખરે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Huawei Y9s લોન્ચ કરી દીધો છે. આ મિડ-રેન્જ સ્માર્ટફોન છે અને હાલમાં તેને એમેઝોન ઈન્ડિયા પર લિસ્ટ કરવામાં આવ્યો હતો. હુવાવે વાઈ9એસની ખાસિયતની વાત કરીએ તો તેમાં અલ્ટ્રા ફુલ વ્યૂ ડિસ્પ્લે છે. ફોનની સાથે કંપનીએ ઘણી લોન્ચ ઓફર પણ આપી છે. આવો જાણીએ હુવાવે વાઈ9એસની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ સાથે જોડાયેલી જાણકારી.
Huawei Y9s: કિંમત
હુવાવે વાઈ9એસની કિંમત ચીની કંપનીએ 20 હજાર રૂપિયાથી ઓછી એટલે કે 19,990 રૂપિયા રાખી છે. ફોનને એક્સક્લૂઝિવ એમેઝોન ઈન્ડિયા પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 19 મેથી શરૂ થશે. કંપની લોન્ચ ઓફર તરીકે ફોન પર 1 હજાર રૂપિયા એમેઝોન પે કેશબેક અને 9 મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર કરી રહી છે. આ સિવાય 1500 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે. ફોન મિડનાઇટ બ્લેક અને બ્રીધિંગ ક્રિસ્ટલ કલરમાં ઉપલબ્ધ છે.
Huawei Y9s: સ્પેસિફિકેશનન્સ અને ફીચર્ચ
હુવાવેના આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચ એલસીડી (2340 x 1080 પિક્સલ) અલ્ટ્રા ફુલવ્યૂ ડિસ્પ્લે છે. સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91 ટકા છે. પાતળા બેઝલ વાળા આ ફોનમાં શાનદાર વ્યૂઇંગ એક્સપીરિયન્સ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Realme Narzo 10 અને Narzo 10A ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
હુવાવેના આ ફોનમાં 4000mAh બેટરી છે
વાત કરીએ તો હુવાવે વાઈ9એસમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ ફ્રંટ પોપ-અપ કેમેરો છે. અંધારામાં સારી ક્વોલિટી માટે ફોનમાં નાઇટ મોડ ફીચર મળે છે. હુવાવેએ પોતાના ફોનમાં ગ્લાસ બોડીનો ઉપયોગ કર્યો છે અને સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કંપનીનો દાવો છે કે આ ફોનને 0.3 સેકેન્ડમાં અનલોક કરી શકાય છે.
હુવાવે વાઈ9એસમાં ઓક્ટા-કોર કિરિન 710F ચિપસેટ છે. 6 જીબી રેમ જ્યારે ઇનબિલ્ટ સ્ટોરેજ માટે 128 જીબીનો વિકલ્પ મળે છે. સ્ટોરેજ માઇક્રોએસડી દ્વારા દ્વારા 521 જીબી સુધી વધારી શકાય છે. તેમાં 4000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube