Creta, Seltos, Grand Vitara & Elevate Price Comparison: ભારતમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં સ્પર્ધા વધી રહી છે. જેમ જેમ આ સેગમેન્ટ લોકપ્રિય થઈ રહ્યું છે તેમ તેમ આ સેગમેન્ટમાં નવા મોડલ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં Honda નવી Elevate સાથે કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પ્રવેશી છે. તેની કિંમત રૂ. 11 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે રૂ. 16 લાખ સુધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં સ્પર્ધા
બજારમાં તેની સામે Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Toyota Hayrider, VW Taigun, Skoda Kushaq અને MG Astor જેવા મોડલ છે. આ પૈકી ક્રેટા, સેલ્ટોસ અને ગ્રાન્ડ વિટારા બજારમાં સૌથી વધુ લોકપ્રિય એસયુવી છે. તેમનું વેચાણ સારું છે. હવે જો આપણે ક્રેટા, સેલ્ટોસ, ગ્રાન્ડ વિટારા અને એલિવેટની કિંમતો જોઈએ, તો તે લગભગ સમાન છે પરંતુ તેમાં થોડો તફાવત ચોક્કસપણે છે.


આ પણ વાંચોઃ સસ્તી ઓટોમેટિક એસયુવી શોધી રહ્યાં છો? આ છે 10 લાખથી ઓછી કિંમતની 4 શ્રેષ્ઠ SUV


કિંમતોમાં અંતર
હોન્ડા એલિવેટ (Honda Elevate)ની કિંમત 11 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધી છે. હુન્ડઈ ક્રેટા (Hyundai Creta)ની કિંમત 10.87 લાખથી 19.20 લાખ રૂપિયા સુધી છે. કિઆ સેલ્ટોસ (Kia Seltos)ની કિંમત 10.90 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધી છે. મારૂતિ ગ્રાન્ડ વિટારા (Maruti Grand Vitara)ની કિંમત 10.70 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા છે. આ બધી કિમતો એક્સ શોરૂમ છે. આ બધામાં સૌથી ઓછી  શરૂઆતી કિંમત Grand Vitara ની છે. 


ટોપ-5 એસયૂવી
આ ચારોમાં હજુ એલિવેટનું વેચાણ શરૂ થયું નથી, જ્યારે ક્રેટા અને ગ્રાન્ડ વિટારા ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વેચાનારી ટોપ-5 એસયૂવીમાં સામેલ હતી. ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયેલી ટોપ-5 એસયૂવીમાં  Maruti Brezza (14,572 યુનિટ્સ), Tata Punch (14,523 યુનિટ્સ), Hyundai Creta (13,832 યુનિટ્સ), Maruti Fronx (12,164 યુનિટ્સ) અને Maruti Grand Vitara (11,818 યુનિટ્સ) રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube