દેશની મુખ્ય કાર કંપની હ્યુન્ડાઈ (Hyundai) પોતાના વિભિન્ન મોડલ્સ પર 90000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ આ ઓફરને 'ડિસેમ્બર ડિલાઇટ' નામ આપ્યું છે અને આ ઓફર 31 ડિસેમ્બર સુધી ચાલશે. તેના હેઠળ કંપની હ્યુન્ડાઈ (Creta) અને સેંટ્રો (Santro) ને છોડીને બધા મોડલ્સ પર ડિસ્કાઉન્ટ પેકેજ આપી રહી છે. વિભિન્ન મોડલ્સ પર આ ફાયદો 30000 રૂપિયાથી માંડીને 90000 હજાર રૂપિયા સુધી છે. કંપની એસેંટ (Xcent) પર 90000 રૂપિયા અને ગ્રાંડ આઇટેન (Grand i10) પર લગભગ 75000 રૂપિયાની ઓફર કરી રહી છે. હ્યુન્ડાઇના આ ફાયદા કેશ ડિસ્કાઉન્ટ, ફ્રી ઇશ્યોરંસ, વધારાની વોરંટી અને એક્સચેંજ બોનસના રૂપમાં આપી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MARUTI લાવશે અર્ટિગાનો સ્પોર્ટી અવતાર, 6 સીટ સાથે હશે અનેક ખૂબીઓ


હ્યુન્ડાઈ ક્રેટા અને સેંટ્રોને બેસ્ટ સેલર રેંજમાં ગણવામાં આવે છે અને તેના લીધે કંપની આ બંને મોડલને ડિસેમ્બર ડિલાઇટ ઓફરથી દૂર રાખવામાં આવ્યા છે. હ્યુન્ડાઈ એસેંટ, હ્યુન્ડાઈ ગ્રાંડ i10, હ્યુન્ડાઈ વરના, હ્યુન્ડાઈ એલીટ i20 અને i20 એક્ટિવ પર 50000 રૂપિયાનો વધારોનો લાભ આપવામાં આવી રહ્યો છે. હ્યુન્ડાઈ પોતાની પ્રીમિયમ કાર એલાંટ્રા અને ટસ્કન પર 30000 રૂપિયાનો વધારો લાભ આપી રહ્યા છે.

ઓટોના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો


સ્પેશિયલ કિંમત
જો તમે ગ્રાંડ i10 સ્પોર્ટ્સ અથવા એસેંટ VTVT ના શોખીન છે, તો આ બંને ગાડીઓ હાલ સ્પેશિયલ કિંમત પર ઉપલબ્ધ છે. ગ્રાંડ i10 સ્પોર્ટ્સની એક્સ શો રૂમ કિંમત 5.99 લાખ રૂપિયા છે, જ્યારે એસેંટ VTVT (S) 5.39 લાખ રૂપિયાની એક્સ શો રૂમ કિંમત મળી રહી છે. આ બધા લાભ 31 ડિસેમ્બર સુધી સ્ટોક રહેવાની આશા છે.