સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની હ્યુન્ડઈએ પોતાની એક નવી SUV રજૂ કરી છે. આ એક ઈલેક્ટ્રિક કાર છે, જેનું નામ  Hyundai Ioniq 9 છે. હ્યુન્ડઈએ પોતાની આ ઈલેક્ટ્રિક કાર લોસ એન્જલસ ઓટો શો 2024માં રજૂ કરી છે. તો આ કાર વર્ષ 2026માં લોન્ચ થઈ શકે છે. Hyundai Ioniq 9 ત્રણ રો વાળી કાર છે, જેમાં 7 લોકો બેસી શકે છે. તેવામાં મોટા પરિવાર માટે આ કાર સૌથી બેસ્ટ છે. આ કાર પોતાની લેટેસ્ટ ડિઝાઇન અને ફીચર્સ માટે જાણીતી છે. આવો જાણીએ Hyundai Ioniq 9 ની શું ખાસિયત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hyundai Ioniq 9 લુક્સ અને ડિઝાઇન
હ્યુન્ડઈની આ નવી SUV Ioniq 9 નો લુક ખુબ આકર્ષક છે. આ કાર 5060 mm લાંબી, 1980 mm પહોળી અને 1790 mm ઉંચી છે. આ કારને 3130 mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. કારનું કદ પણ ઘણું મોટું છે, જે મોટા પરિવાર માટે શ્રેષ્ઠ છે. કારના આગળના ભાગમાં પેરામેટ્રિક પિક્સેલ સ્ટાઈલની LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સ અને બોનેટમાં ક્રીઝ લાઈનો કારને ખૂબ જ સારો લુક આપી રહી છે.


આ પણ વાંચોઃ Jio નો પ્લાન, 2 હજારથી ઓછી કિંમતમાં 11 મહિનાની વેલિડિટી, મળશે Unlimited Calling


Hyundai Ioniq 9 પરફોર્મંસ અને બેટરી
Hyundai Ioniq 9 એક મોટી કાર છે. તેવામાં આ કારમાં બેટરીની પણ વધુ જરૂર પડશે. આ કારમાં 110.3kWh ની બેટરી છે, જે સિંગલ ચાર્જિંગમાં 620 KM સુધીની સફર કવર કરી શકે છે. આ કારને 350kW ના ચાર્જરથી ચાર્જ કરવા પર તે 24 મિનિટમાં 10થી 80 ટકા ચાર્જ થઈ શકે છે. આ સિવાય તમે કારને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી પણ ચાર્જ કરી શકો છો. આ કારમાં ડાયનેમિક ટોર્ક વેક્ટરિંગ, લેટરલ વિંડ સ્ટેબિલિટી કંટ્રોલ અને ટેરેન ટ્રેક્શન કંટ્રોલ જેવા રફ રોડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તો આ કાર 2500 કિલોગ્રામ સુધીનું વજન ખેંચવામાં સક્ષમ છે. 


Hyundai Ioniq 9 ઈન્ટીરિયર ડિઝાઇન
Hyundai Ioniq 9 ની અંદરની ડિઝાઇન ખાસ છે. કારની અંદર ખુબ સ્પેસ જોવા મળશે. કારમાં 1899 mm નો હેડરૂમ, 2050mm નો લેગરૂમ આપવામાં આવ્યો છે. આ સિવાય કારમાં ડાયનેમિક ટચ મસાજ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. જે માત્ર આગળની બે સીટો માટે છે. બીજીતરફ રોની સીટ ફરી શકે છે, જેનાથી ત્રીજી રોમાં બેઠેલા લોકો સામે આવી શકે છે.