નવી દિલ્હી: આગામી સમયમાં ના તો પેટ્રોલ કારો હશે ના તો ડીઝલ ના કરો, એક્સપર્ટ માને છે કે હવે જમાનો ઇલેક્ટ્રિક ગાડીઓ શરૂ થઇ ચૂકી છે, ભવિષ્ય એક-એકથી ચડિયાતી ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળશે. દેશની સૌથી મોટી કાર નિર્માત કંપની હ્યુંડઇ મોટર ઇન્ડીયા પોતાની ઇલેક્ટ્રિક કાર Kona EV ને ભારતમાં 9 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતમાં તેના 2 વેરિએન્ટ આવી શકે છે જેમાં એક 39kwh અને બીજું 64kwg ની બેટરીની સાથે આવશે જે સિંગલ ચાર્જ પર 482 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG એ લોન્ચ કર્યો ટ્રિપલ રિયર કેમેરાવાળો LG X6, જાણો કિંમત અને ફીચર્સ


નવી Kona EV ની સંભવિત કીંમત 25 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. કંપની તેને CKD રૂટ દ્વારા લાવશે અને ભારતમાં ચેન્નઇ પાસે સ્થિત Hyundai ના શ્રીપેરૂમબુદુર ફેક્ટરીમાં એસેમ્બલ કરશે. આ ઉપરાંત નવી Kona EV માં 39.2 kWh ની બેટરી મળી શકે છે. જે 135bhp નો પાવર અને 335Nm નો ટોર્ક જનરેટ આપશે. ફૂલ ચાર્જ થતાં આ 482 કિલોમીટરની માઇલેજ આપશે. જ્યારે આ કાર 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડશે. ફક્ત 54 મિનિટમાં આ 80 ટકા ચાર્જ થઇ જશે.

Jio એ લગાવી ઇન્ટરનેટની 'લત', ઇન્ટરનેટ યૂઝરના મામલે અમેરિકા કરતાં આગળ છે ભારતીય


વાત ફીચર્સની કરીએ તો નવી Kona EV માં Bluelink connectivity ને સામેલ કરવામાં આવી શકે છે. આ તે ટેક્નોલોજી છે જે તાજેતરમાં જ લોન્ચ થઇ Venue માં સામેલ થઇ ગઇ છે. કારમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને DRLs, ઇલેક્ટ્રિક સનરૂફ, રેન સેનસિંગ વાઇપર્સ જેવા ફીચર્સને સ્થાન મળશે.