Creta EV સહિત નવી એસયુવી આગામી વર્ષે લોન્ચ કરશે હ્યુન્ડઈ, 16 જાન્યુઆરીએ આવશે ક્રેટા ફેસલિફ્ટ
Hyundai Motor India આવતા વર્ષે એટલે કે 2024માં SUV માર્કેટમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહી છે. એક્સેટરને આ વર્ષે ઈન્ડિયન કાર ઓફ ધ યર એવોર્ડ મળ્યા બાદ કંપનીનું મનોબળ ઊંચું છે અને આવતા વર્ષે તે ક્રેટા ફેસલિફ્ટની સાથે અલ્કાઝર અને ટક્સનના ફેસલિફ્ટેડ મોડલ્સને લોન્ચ કરશે. ક્રેટાનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પણ આવતા વર્ષે આવી શકે છે.
નવી દિલ્હીઃ હ્યુન્ડઈ ઈન્ડિયા માટે વર્ષ 2024 ખાસ રહેવાનું છે, કારણ કે આ વર્ષે પ્રથમ મહિનામાં 16 જાન્યુઆરીએ કંપની પોતાની બેસ્ટ સેલિંગ એસયુવી ક્રેટાનું ફેસલિફ્ટ મોડલ રજૂ કરવા જઈ રહી છે. 2024 ક્રેટા ફેસલિફ્ટમાં શાનદાર એક્સટીરિયર અને ફ્રેશ ઈન્ટીરિયરની સાથે લેટેસ્ટ ફીચર્સ અને કંઈક ખાસ જોવા મળશે. ત્યારબાદ આવનારા મહિનામાં કંપની પોતાની બે સૌથી પાવરફુલ એસયુવી અલ્કઝાર અને ટુસોંને પણ અપડેટ કરશે. તે બધામાં ખાસ ક્રેટા ઈવી હશે, જેને આ વર્ષના અંત સુધી ભારતમાં લોન્ચ કરી શકાય છે.
હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટ
હ્યુન્ડઈ ક્રેટાને ભારતીય બજારમાં આશરે 9 વર્ષ પૂરા થવાના છે અને કંપનીએ તેને એકવાર અપડેટ કરી હતી. હવે આગામી 16 જાન્યુઆરી 2024ના ક્રેટા ફેસલિફ્ટ અનવીલ થવા જઈ રહી છે, જેમાં ઘણું નવુ જોવા મળશે. Creta ફેસલિફ્ટને 360 ડિગ્રી કેમેરા, નવી અને અપડેટેડ 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ADAS તેમજ 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે જોઈ શકાય છે. Creta ફેસલિફ્ટ 11 લાખથી 18 લાખ રૂપિયાની કિંમતની રેન્જમાં લોન્ચ થઈ શકે છે.
હ્યુન્ડઈ અલ્કાઝાર ફેસલિફ્ટ
હ્યુન્ડઈ આવતા વર્ષે ભારતીય બજારમાં એકમાત્ર 6-7 સીટર SUV Alcazarને અપડેટ કરવાની પણ તૈયારી કરી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેના એક્સટીરિયરમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. નવા એલોય વ્હીલ્સ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, 360 ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ સીટો સહિત અલકાઝર ફેસલિફ્ટમાં ઘણી નવી સુવિધાઓ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ Jio સિમ એક્ટિવ રાખવા માટે સૌથી સસ્તો પ્લાન, એક દિવસનો ખર્ચ આવશે માત્ર 4 રૂપિયા
હ્યુન્ડઈ ટુસોં ફેસલિફ્ટ
હ્યુન્ડઈ પોતાની પ્રીમિયમ એસયુવી ટુંસોના ફેસલિફ્ટ મોડલને ભારતમાં જૂન 2024માં લોન્ચ કરી શકે છે. તેમાં સ્પોર્ટી લુક અને ડિઝાઇન સાથે અપડેટેડ ઈન્ટીરિયર અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. ટુસોં ફેસલિફ્ટમાં રિવાઇઝ્ડ એલઈડી લાઇટ્સ, નવી ફ્રંટ ગ્રિલ અનેબમ્પર, નવી 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઈન્સ્ટ્રમેન્ટ ક્લસ્ટરની સાથે નવા વ્હીલ, વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ અને અપટેડેટ એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટેન્સ સિસ્ટમ સહિત ઘણી ખુબીઓ જોવા મળી શકે છે.
હ્યુન્ડઈ ક્રેટા ઈવી
લાંબા સમયથી ગ્રાહકો હ્યુન્ડઈ ક્રેટાના ઈલેક્ટ્રિક વેરિએન્ટની રાહ જોઈ રહ્યાં છે અને માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની ફેસ્ટિવલ સીઝનમાં તેના પરથી પડદો ઉઠી શકે છે. ક્રેટા ઈવીમાં 45 kWh ની લીથિયમ આયન બેટરી જોવા મળી શકે છે, જેની સિંગલ ચાર્જમાં રેન્જ 400 કિલોમીટરથી વધુ હોઈ શકે છે. ક્રેટા ઈવીને ટાટા નેક્સોન ઈવી, મહિન્દ્રા એક્સયુવી400 અને એમજી ઝેડએસ ઈવી સાથે મુકાબલો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube