નવી દિલ્હીઃ Hyundai Upcoming Car in India: દેશની દિગ્ગજ કાર મેન્યુફેક્ચરિંગ કંપની Hyundai India આ વર્ષે નવો ધમાકો કરવા દઈ રહી છે. આ વર્ષે કાર મેકર કંપની કેટલીક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં એક ઈલેક્ટ્રિક વ્હીકલ પણ સામેલ છે. નોંધનીય છે કે કંપનીની બેસ્ટ સેલિંગ કાર  Hyundai Creta રહી છે, ક્રેટા લોકોને એટલી પસંદ આવી કે જાન્યુઆરી 2024માં લોન્ચ કર્યાના 4 મહિનાની અંદર કારને 1 લાખથી વધુ લોકોનું બુકિંગ મળી ગયું ચે. દેશમાં સૌથી વધુ વેચાતી કારમાં ક્રેટાનું નામ પણ સામેલ છે. હવે કંપની નવી ત્રણ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં ક્રેટાનું ઈલેક્ટ્રિક વેરિએન્ટ પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hyundai Tucson Facelift
કંપનીએ વર્ષ 2023માં ગ્રાહકો માટે Hyundai Tucson લોન્ચ કરી હતી અને હવે તેમ માનવામાં આવી રહ્યું છે કે આ કાર બીજીવાર ફેસલિફ્ટ વર્ઝનની સાથે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. કારમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે. તેમાં નવી ફ્રંટ ગ્રિલ અન લાઇટિંગ પેટર્ન સિવાય નવી સ્કિડ પ્લેટ, નવા એલોય વ્હીલ્સ સહિત અન્ય ફેરફાર જોવા મળી શકે છે.


આ સિવાય કારના ઈન્ટીરિયરમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. કારના ઈન્ટીરિયરમાં કંપની પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3 ઇંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર આપવામાં આવી શકે છે.


આ પણ વાંચોઃ Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ


Hyundai તરફથી વધુ એક ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી શકાય છે. કારનું નામ છે Hyundai Alcazar.આ કાર 7 સીટર કેપિસિટી સાથે આવે છે. તેમ કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ કારનું પણ ફેસલિફ્ટ વર્ઝન લાવી રહી છે. કારમાં ઘણા ફીચર્સ અને ફેરફાર જોવા મળી શકે છે.


આ વર્ષે ફેસ્ટિવ સીઝન શરૂ થવા દરમિયાન આ કારના ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરી શકાય છે. આ કારમાં સુરક્ષાની દ્રષ્ટિએ Level 2 ADAS ફીચર મળી શકે છે. આ સિવાય કારને ડીઝલ એન્જિન ઓપ્શનમાં પણ રજૂ કરવામાં આવી શકે છે.


Hyundai Creta EV
કંપનીએ તાજેતરમાં ક્રેટાનું ફેસલિફ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. હવે કંપની આ કારને ઈલેક્ટ્રિક વેરિએન્ટમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નોંધનીય છે કે ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર આ કાર જોવા મળી ચૂકી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે ક્રેટા ઈવી સિંગલ ચાર્જ પર 500 કિમીની રેન્જ આપી શકે છે.