2022 Hyundai Venue Facelift: દિવસેને દિવસે લોકોમાં એસયુવી કારનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હ્યુન્ડાઈની સૌથી સસ્તી અને સૌથી નાની સાઈઝની એસયુવી વેન્યુને ભારતીય ગ્રાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જો કે, કંપનીએ તેના ફેસલિફ્ટ મોડલનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં આ નવી કારનું બેઝ વેરિયન્ટ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે જે માર્કેટમાં આવવા માટે એકદમ તૈયાર જોવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા સ્પાય ફોટોને જોઇ સ્પષ્ટ થઈ જાય છે કે નવી વેન્યુ ફેસલિફ્ટને ટુંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. હ્યુન્ડાઈ વેન્યુ ફેસલિફ્ટને મોટા ફેરફાર સાથે આગામી મહિને એટલે કે જુન 2022 માં લોન્ચ કરવામાં આવી શકે છે. ડિઝાઇનની વાત કરીએ કો કાર સાથે બદલાયેલી ગ્રિલ મળશે જે અપડેટેડ ક્રેટા અને નવી ટુસોનમાં મળે છે. અહીં સ્પિલ્ટ હેડલેમ્પ્સ પહેલા જેવા રહેવાનું અનુમાન છે.


શ્રમિકોના શોકમાં હળવદ સ્વયંભૂ બંધ, આક્રંદભર્યા વાતાવરણમાં યોજાઈ પ્રાર્થના સભા


કારને નવા ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ મળશે. જેના કારણે આ કારનો લુક વધુ સારો દેખાશે. ત્યારે પાઠળના ભાગમાં નવી સ્પિલટ એલઇડી ટેલલેમ્પ્સની સાથે Ioniq5 જેવા ત્રિકોણ એલિમેન્ટ મળી શકે છે. કારના કેબિનમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પેલ મળશે. આ ઉપરાંત કંપની નવા રંગના ઇન્ટિરિયર અને તાજા લુકવાળી અપહોલ્સ્ટ્રી કારને આપી શકે છે.


શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


નવી વન્યુ એક્સટીરિયર અને ઇન્ટીરિયર ઉપરાંત નવા ફિચર્સ સાથે રજૂ થઈ શકે છે. ત્યારે તેમાં કોઈ ટેક્નિકલ ફેરફાર કરવાની આશા ઓછી છે. હ્યુન્ડાઈ વેન્યુ ફેસલિફ્ટમાં મળતા બાકી ફિચર્સમાં આગળની વેન્ટિલેટેડ સીટ્સ અને 8 સ્પીકરવાળી બોસ સાઉન્ડ સિસ્ટમ સામેલ છે. અહીં વાયર લેસ ફોન ચાર્જર, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, એબીએસની સાથે ઈબીડી, રિયર પાર્કિંગ સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફિચર્સ મળવાના છે.


શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં પણ ધડાકો


વેન્યુ ફેસલિફ્ટ સાથે પહેલાની જેમ 1.2 લીટર પેટ્રોલ અને 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 1.5 લીટર ડીઝલ એન્જિનનો વિકલ્પ મળી શકે છે. આ એન્જિન ક્રમશ: 83 PS, 120 PS અને 100 PS તાકાત જનરેટ કરે છે. કિઓ સોનેટની તર્જ પર હ્યુન્ડાઈ વેન્યુ સાથે પણ ડિઝલ ઓટોમેટિક એન્જિન મળી શકે છે.


LSG vs KKR: KKR ની આ એક ચૂક તેમને પડી ભારે, આઇપીએલ 2022 માંથી બહાર થઈ ટીમ


જે 115 PS તાકાત જનરેટ કરે છે અને કંપનીએ આ 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સથી સજ્જ છે. આ કારની એક્સશો રૂમ કિંમત 7 લાખ રૂપિયા છે અને તેની સરખામણી કિયા સોનેટ, ટાટા નેક્સોન, નિસાન મેગ્નાઈટ, મહિન્દ્રા અને આગામી નવી જનરેશન મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાથી થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube