Mobile Recharge: હવે મોંઘા થશે મોબાઇલ રિચાર્જ પ્લાન, કંપનીઓ વધારી શકે છે ટેરિફ
હવે આ ખુશી જલદી સમાપ્ત થવાની છે, કારણકે હવે યૂઝર્સને ડેટા અને વોયસ કોલિંગ માટે પહેલાથી વધુ રકમ ચુકવવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ હવે મોબાઇલ ટેરિફની કિંમત વધારવાની છે.
નવી દિલ્હીઃ દેશમાં કરોડો ફોન યૂઝર્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જલદી ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. જીયો આવ્યા બાદથી યૂઝર્સ માટે ખુશી રહી છે, કારણ કે અત્યાર સુધી તો ડેટા અને ફોન પર વાત કરવાનો ચાર્જ કેટલો વધી ગયો હોત, પરંતુ જીયો આવ્યા બાદથી ભાવ વધવાની જગ્યાએ ઘટ્યા છે.
હવે આ ખુશી જલદી સમાપ્ત થવાની છે, કારણકે હવે યૂઝર્સને ડેટા અને વોયસ કોલિંગ માટે પહેલાથી વધુ રકમ ચુકવવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ હવે મોબાઇલ ટેરિફની કિંમત વધારવાની છે. જાણવા મળી રહ્યું છે કે આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી 2021-22 માં નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ પોતાના આવકનો ગ્રોથ વધારવા માટે કિંમત વધારવાનો નિર્ણય કરી શકે છે. પાછલા વર્ષે કેટલાક નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓએ પોતાના ટેરિફ દરમાં વધારો કર્યો હતો.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ નહીં હવે રસ્તાઓ પર આ વાહનોનું ચાલશે રાજ
વાત એ છે કે માર્કેટમાં પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ માટે એવરેજ રેવેન્યૂનું રહેવું જરૂરી છે. આમ તો માર્કેટમાં કંપનીઓની પાસે અનેક ગ્રાહક છે, પરંતુ જરૂરીયાત પ્રમાણે એવરેજ રેવેન્યૂ પર કસ્ટમર ઓછા છે. તેને જોતા બધી કંપનીઓ રિચાર્જ પ્લાન્સમાં વધારો કરી શકે છે. હવે ગ્રાહકોના 2G થી 4Gમાં અપગ્રેડ થયા બાદ એવરેજ રેવેન્યૂ પર યૂઝરમાં સુધાર થશે જો કે લગભગ 220 રૂપિયા હશે.
જાણવા મળી રહ્યું છે કે આવનારા બે વર્ષો ઈન્ડસ્ટ્રીઝની આવક 11થી 13 ટકા અને નાણાકીય વર્ષમાં તે લગભગ 38 ટકા વધુ હશે. દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણે બધી ઈન્ડસ્ટ્રીઝ પર અસર થઈ, પરંતુ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર ખાસ અસર થઈ નહીં. લૉકડાઉન દરમિયાન પણ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન ક્લાસ, વીડિયો સ્ટ્રિમિંગ વગેરેને કારણે ડેટાનો વધુ ઉપયોગ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube