મુંબઈ : આઈડિયાના વોડાફોનમાં વિલયની પ્રક્રિયા સમાપ્ત થવાની નજીક છે. હવે આઈડિયા સેલ્યુલરના બોર્ડે 26 જૂને એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી, જેમાં ‘આઈડિયા સેલ્યુલર લિમિટેડ’નું નામ બદલીને ‘વોડાફોન આઈડિયા લિમિટેડ’ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત EGMમાં બોર્ડની તે યોજના પર પણ વિચાર કરવામાં આવશે જેમાં નોનકન્વર્ટિબલ સિક્યોરિટીઝ દ્વારા 15000 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઋણ ચૂકવવા અને બેલેન્સ સીટને મજબૂત કરવા થશે જેથી રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી મજબૂત કંપનીનો મુકાબલો કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષ પછી હજી પણ રહસ્યમય છે આ હિરોઇનનું મૃત્યુ, અમિતાભ સાથે પણ કર્યું છે કામ


વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. વિલય બાદ આ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે જેની પાસે લગભગ 42 ટકા માર્કેટ શેર અને 37 ટકા રેવેન્યૂ માર્કેટ શેર હશે. વિલય બાદ નવી કંપનીને વોડાફોન આઈડિયા લિમિટેડ નામથી ઓળખવામાં આવશે. નવા નામમાં બંને કંપનીઓનું નામ છે જેથી નવી ઓળખાણને જુની ઓળખનો પણ ફાયદો મળી શકે.


આઈડિયા સેલ્યુલર નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ દ્વારા 15000 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના પર કામ કરી રહી છે. આઈડિયા પહેલા જ આ વર્ષે પોતાના પ્રમોટર્સ અને શેરોના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 6750 કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે, જ્યારે વોડાફોન 7390 કરોડ રૂપિયા લગાવી રહ્યું છે. જોકે નિષ્ણાંતોના મામલે આ નવી કંપનીએ ભારે મહેનત કરવી પડશે્ કારણ કે એણે રિલાયન્સ જિઓ અને એરટેલ સામે ટકી રહેવા ભારે જહેમત કરવી પડશે.