ભુલથી જો ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો ફોલો કરો આ સ્ટેપ્સ, ઝડપથી પૈસા મળશે પાછા
Digital Banking: આજના સમયમાં ઓનલાઈન અને ડિજિટલ ટ્રાંઝેકશનનો ક્રેઝ વધ્યો છે. લોકો આંગળીના ટેરવે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હોય છે. આમ તો રુપિયા ટ્રાંસફર કરતી વખતે લોકો ઘણું ધ્યાન રાખે છે. પરંતુ તેમ છતાં ઘણી વખત ભુલ થઈ જતી હોય છે. આ ભૂલથી મહેનતની કમાણી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. આવું તમારી સાથે થાય તો આ સ્ટેપ્સ ફોલો કરી રૂપિયા ઝડપથી પરત મેળવી શકો છો.
Digital Banking: ઘણી વખતે તમારી સાથે પણ એવું થયું હશે કે ઓનલાઈન કે પછી ડિજિટલી કોઈ વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા હોય અને એક ભુલના કારણે રુપિયા ખોટા વ્યક્તિના અકાઉન્ટમાં જતા રહે. જ્યારે ભુલથી રૂપિયા ખોટા વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આવું થાય ત્યારે ગભરાયા વિના તુરંત જ આ સ્ટેપ્સ ફોલો કરવા. આમ કરવાથી ભુલથી ગયેલી તમારી મહેનતની કમાણી તમને ઝડપથી પાછી મળી જશે.
આ પણ વાંચો:
વેગનઆરની કિંમતમાં ખરીદો આ 7 સીટર કાર, આરામથી આખો પરિવાર સમાઈ જશે, માઈલેજ પણ જબરદસ્ત
1 ઓગસ્ટથી ભંગાર થઈ જશે આ Smartphones, એકવાર ચેક કરી લેજો લિસ્ટ..
Noise ની નવી સ્ટાઇલિશ ડિઝાઇનવાળી રિંગ; જાણો કિંમત..
બેંકને તરત માહિતી આપો
જો તમે કોઈ ખોટા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો તો ત્યારે જ તમારે બેંકને આ મામલે માહિતી આપવી જોઈએ. કસ્ટમર કેરને ફોન કરીને તમામ જાણકારી આપવી જોઈએ. જો બેંક તમને ઈ-મેઈલ કરીને માહિતી આપવાનું કહે તો તે ઈમેઈલ પણ કરી દેવુ જોઈએ. બેંકને ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, એકાઉન્ટ નંબર સહિતની માહિતી આપી દેવી જોઈએ.
ખાતામાં સેવ કરાયેલી માહિતીને સુધારો
તમે જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, સૌપ્રથમ તે ચકાસી લો. એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ખોટો છે. તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. જો તમને આ વિશે જાણકારી નથી તો પોતાની બેંકમાં જઈને બ્રાંચ મેનેજર સાથે સંપર્ક કરો. બેંક બ્રાંચ મેનેજરને ખોટા ટ્રાન્ઝેક્શન વિશે તમામ માહિતી આપો. અને આ રૂપિયા ક્યા ટ્રાન્સફર થયા છે, તેની તમામ માહિતી પોતાની પાસે રાખો.
જો તમારા ખાતામાંથી રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તેને આવતા સમય લાગશે. આ પ્રકારના વ્યવહારને હલ કરવામાં કેટલીક વખત 2 મહિના સુધીનો પણ સમય લાગતો હોય છે. સાથે જ જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે, તેમની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. તેમની સહમતિથી જ તમને તમારા રૂપિયા પરત મળશે