Ola Uber Booking: મોબાઈલમાં બેટરી ઓછી હશે તો ચૂકવવું પડશે વધુ ભાડું, આ ટ્રિકથી લોકોના ખિસ્સા થઈ રહ્યા છે ખાલી
Ola Uber Booking Fraud with Mobile Battery: ઓનલાઈન કેબ બુક કરાવતી વખતે અલગ અલગ રીતે લોકોના ખિસ્સા પર કાતર મુકવામાં આવે છે. આજે આવી જ એક ટ્રીક વિશે તમને જણાવીએ. આ વાત જાણીને તમે પણ કેબ બુક કરાવતાં પહેલા ફોનને ફુલ ચાર્જ કરી લેશો.
Ola Uber Booking Fraud with Mobile Battery: જો તમે ક્યાંય આવવા અને જવા માટે એપ બેસ્ડ કેબ બુકિંગ કરો છો તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. ઓલા અને ઉબેર જેવી કંપનીઓ તમારી ઈમરજન્સીને જોઈને તમારા કિસ્સા પર કાતર મુકશે અને તમને ખબર પણ નહીં પડે. જો તમે વિચારતા હોય કે આવું કેવી રીતે થઈ શકે તો ચાલો તમને જણાવીએ કે આવું કઈ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની છેતરપિંડી ઓલા કે ઉબેર બુક કરાવતા કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે.
સમજો પુરી ગડબડને
માની લો કે તમારા ફોનની બેટરી લો છે અને તમને કેબ બુક કરાવવાની ઉતાવળ છે તો તમારા ફોનમાં કેબ બુકિંગના ચાર્જિસ વધારે દેખાશે. તમે ઉતાવળમાં હશો તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના કેબ બુક કરી લેશો. આ વાત ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન સારી રીતે જાણે છે કે મુશ્કેલના સમયમાં લોકો વધારે ખર્ચ પણ કરી શકે છે.
આ પણ વાંચો:
હવે Covid સર્ટિફિકેટની કોઈપણ સમયે પડી શકે છે જરૂર, આ રીતે કરી શકો છો ડાઉનલોડ
ગરમી વધી ગઈ છે.. તો તમારી કાર ચેક કરી લો તુરંત, કારમાં રાખશો આ વસ્તુઓ તો થશે ધડાકો..
ગૂગલે 36 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, કરે છે ડેટાની ચોરી, ચેક કરો તમારા ફોનમાં તો નથીને?
આવી જ રીતે કેબ બુકિંગ એપ્લિકેશન તમારા ફોનના મોડલના આધારે પણ ભાડું વધારે કરી શકે છે. Iphone અને મોંઘા મોડલ્સ ના ફોન ઉપર ભાડું વધારે જોવા મળશે અને સસ્તા ફોન ઉપર ઓછું ભાડું. એટલે કે તમારી પ્રોફાઈલ ના આધારે ઓલા અને uber જેવી એપ્લિકેશન કેબ બુકિંગ નો રેટ નક્કી કરે છે.
ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન fare વાળા fraud ને તમારા ફોનની બેટરી પર્સન્ટેજ ના આધારે અંજામ આપે છે. એપ્લિકેશન નક્કી કરે છે કે કયા વ્યક્તિ પાસેથી કેટલું ભાડું વસૂલ કરી શકાય. જોકે આ પ્રકારનું ફ્રોડ માત્ર ભારતમાં ચાલે છે એવું નથી દુનિયાભરની કેબ બુકિંગ એપ્લિકેશનમાં આ રીતે ભાડું વસૂલવામાં આવે છે. આ અંગે એક રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઓનલાઇન કેબ બુકિંગ એપ્લિકેશન તેનું ભાડું યુઝરને મોબાઇલની બેટરી લેવલના આધારે વધારે છે.
આ વાતની ચકાસણી કરવા માટે એક એક્સપેરિમેન્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં બેલ્જિયમના એક અખબાર ડૈનિયર હ્યૂરના એક વ્યક્તિ બૃસેલ્સમાં આવેલી ઓફિસ સુધી જવા માટે બે સ્માર્ટ ફોનથી કેબ બુક કરાવી હતી. જેમાં એક ફોનની બેટરી 84% આસપાસ હતી જેમાં ભાડું 16.6 યુરો દેખાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક સ્માર્ટફોનમાં બેટરી 12% હતી અને તેમાં ભાડું 17.56 યુરો દેખાડવામાં આવ્યું. બંને જગ્યાનું લોકેશન એક જ હતું છતાં પણ ભાડામાં ફેરફાર જોવા મળ્યો.
આવી જ રીતે પેરિસ શહેરમાં પણ એક એક્સપીરમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે સ્માર્ટફોનની મદદથી કેવુ બુક કરવામાં આવી. એક ફોનમાં 10 ટકા બેટરી હતી તો તેમાં ભાડું 20.47 જોવા મળ્યું અને જે ફોનમાં 80 ટકા બેટરી હતી તેમાં 17.56 યુરો ભાડુ જોવા મળ્યું.
ઉબેરના આર્થિક નીતિઓના પૂર્વ પ્રમુખ કીથ ચેન વર્ષ 2016માં તેના કાર્યકાળ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના મોબાઈલમાં બેટરી 5 ટકા કે તેનાથી ઓછી હોય તો તે વધારે પૈસા આપીને પણ કેબ બુક કરાવી લેવા તૈયાર હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)