ઈંસ્ટગ્રામનું ઘેલું પડી શકે છે ભારે, આ જગ્યાઓ પર રીલ્સ બનાવશો તો ખાવી પડશે જેલની હવા
Instagram Reels: ઈંસ્ટગ્રામ પર રિલ્સ બનાવીને ફેમસ થઈ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો પોતાની રિલ્સ વાયરલ થાય તે માટે અવનવા અખતરા પણ કરતા હોય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ બની છે જેમાં બનાવતી વખતે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે રિલ્સ બનાવવા માટે કેટલાક કડક કાયદા બનાવ્યા છે.
Instagram Reels: ઈંસ્ટગ્રામ પર રિલ્સ બનાવીને ફેમસ થઈ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો પોતાની રિલ્સ વાયરલ થાય તે માટે અવનવા અખતરા પણ કરતા હોય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ બની છે જેમાં બનાવતી વખતે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે રિલ્સ બનાવવા માટે કેટલાક કડક કાયદા બનાવ્યા છે. જો તમે પણ રિલ્સ બનાવવા પાછળ ક્રેઝી હોય તો તમારે આ વાત જાણવી જરૂરી છે.
રિલ્સ બનાવવાના ચક્કરમાં જો તમે આ નિયમ અને કાયદા તોડશો તો તમારે જેલની હવા ખાવી પડશે. આ સાથે જ મસ્ત મોટો દંડ પણ ભરવો પડશે. તો ચાલો તમને જણાવીએ કે રિલ્સ માટે કયા કયા કાયદા બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે ઓછું, રૂમમાં લગાવી દો આ નાનકડું મશીન
નવી ગાડીએ ઉડાવ્યા મારૂતિ અને ટાટાના હોશ, ઓછા ભાવમાં શાનદાર ફીચર્સ, ગ્રાહકોમાં ઉત્સાહ
WhatsApp ઉપર જો તમે આ 3 ભૂલો કરશો તો ખાવી પડશે જેલની હવા, જાણો કેવી રીતે બચવુ
રેલ્વે ટ્રેક પર રિલ્સ
તમે સોશિયલ મીડિયા પર ઘણી એવી રિલ્સ જોઈ હશે જેમાં લોકો રેલવે ટ્રેક ઉપર સ્ટંટ કરતા હોય. આવા સ્ટંટ જીવનું જોખમ ઊભું કરી શકે છે. વ્યક્તિના પોતાના જીવની સાથે અનેક લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલ્વે ટ્રેક પર રિલ્સ બનાવવાની વાતને અપરાધ ગણવામાં આવી છે. જો તમે આવું કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
બાઈક કે કાર ચલાવતી વખતે સ્ટંટ
જો તમે રોડ ઉપર સ્પીડમાં બાઈક કે કાર ચલાવીને સ્ટંટ કરી રિલ્સ બનાવશો તો તમારે દંડ ભરવો પડશે. આ ઉપરાંત રિલ્સ બનાવતી વખતે તમે કોઈ પોલીસ સાથે દુર્વ્યવહાર કરશો તો તેના માટે તમારે જેલમાં જવું પડી શકે છે.
સંવેદનશીલ જગ્યા પર રિલ્સ
દેશમાં ઘણી એવી જગ્યા હોય છે જ્યાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિડિયો ઉતારવાની મનાઈ હોય છે જો તમે આવી કોઈ જગ્યા પર જઈને ઈંસ્ટાગ્રામ રિલ્સ બનાવો છો તો તેના કારણે તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે.