નવી દિલ્હી: આઇઆઇટી (IIT) દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ સાથે મળીને એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેથી પ્રદૂષિત હવાથી બચવા માટે તમારે અલગથી મોંઘા એર પ્યૂરીફાયર ખરીદવાની જરૂર નથી. સામાન્ય રીતે AC નો ઉપયોગ ઘરને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તમારા ઘરમાં લાગેલું એવી તમને ઠંડકની સાથે-સાથે પ્રદૂષણથી પણ બચાવશે. તેના માટે IIT ના વિદ્યાર્થીઓએ નૈનોક્લીન AC ફિલ્ટર બનાવ્યા છે જે AC ને એર પ્યૂરીફાયર બનાવી દેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000mAh બેટરીવાળો Vivo Z5x ખૂબ જલદી થશે લોન્ચ, જાણો તેના શાનદાર ફીચર્સ


આ નૈનોક્લીન AC ફિલ્ટર ખાસ પ્રકારની ડિઝાઇન અને PP પોલીપ્રોપોલીન પદાર્થ બનેલા છે. જેમાં PM 2.5 પ્રદૂષક તત્વોને રોકવાની ક્ષમતા હોય છે. તેનો આકાર એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે કે આ વિંડો અને સ્પ્લિટ બંને પ્રકારના ACમાં સરળતાથી ફિટ થઇ જાય છે. સાથે જ સામાન્ય પ્યૂરીફાયરના મુકાબલે ખૂબ નાનું છે, જેથી તેને લગાવવું અને સાફ કરાવવું ખૂબ સરળ થઇ જાય છે. આ પ્યૂરીફાયર AC પર કોઇ વધારા બોજો નાખ્યા વિના પોતાનું કામ કરે છે. 

ફોટોગ્રાફી માટે OPPO Reno 10x Zoom માં છે આ ખાસ ફીચર, પ્રીમિયમ ડિઝાઇનવાળો બેસ્ટ ફોન


નૈનોક્લીન AC ફિલ્ટર એક રૂમને ફક્ત એક કલાકની અંદર 90% ટકા પ્રદૂષણ મુક્ત કરી શકે છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તુશાર વ્યાસનું કહેવું છે કે AC ફિલ્ટરને બનાવતી વખતે એ વાતનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકોને પ્રદૂષણથી બચવાની સાથે-સાથે પર્યાવરણને પણ તેનાથી કોઇ નુકસાન ન પહોંચે. તેમાં ઉપયોગ થનાર પોલીપ્રોપોલીન એવું મટેરિયલ છે જોકે તેના ઉપયોગ બાદ સરળતાથી રિસાઇકિલ કરવામાં આવ્યું છે. તેને પીગાળીને ઘણા અન્ય પદાર્થ બનાવી શકાય છે. એવામાં આ સંપૂર્ણપણે ઇકો ફ્રેંડલી પણ છે. 

5G લાઇસન્સને આપી મંજૂરી, 30 લાખ લોકોને મળશે રોજગાર


આ ખાસ પ્રકારના AC ફિલ્ટર બનાવનાર કંપનીના કો-ફાઉન્ડર પ્રતીક શર્મા જણાવે છે કે આપણે દિવસ દરમિયાન મોટાભાગનો સમય ઘર અથવા ઓફિસની અંદર પસાર કરીએ છીએ. ઇંડોર પ્રદૂષણને નજરઅંદાજ કરીએ છીએ. ઘણા લોકો બજારમાં મળનાર એર પ્યૂરીફાયરની કિંમત જોઇને તેને ખરીદવા જરૂરી સમજતા નથી. એટલા માટે આ ખાસ પ્રકારના નૈનોક્લીન AC ફિલ્ટર બનાવવાનું વિચાર્યું. તેની કિંમત 399 રૂપિયા રાખવામાં આવી છે જેને કોઇપણ સરળતાથી ખરીદી શકાય છે અને તમારા પરિવારને પ્રદૂષણથી બચાવી શકે છે.