નવી દિલ્હી: ભારત-ચીન સીમા વિવાદ બાદ હવે તમામ કંપનીઓ ચીની ઉત્પાદકો વિરૂદ્ધ પોતાના પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. આ કડીમાં ફેસચેન કંપનીએ બ્લોકચેન-પાવર્ડ Inblock સ્માર્ટફોન મંગળવારે લોન્ચ કરી છે. કંપની Inblock E સીરીઝ હેઠળ ત્રણ નવા ફોન બજારમાં ઉતાર્યા છે. તેની કિંમત એકદમ ઓછી રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Inblock ના E10 , E12 અને E15 સ્માર્ટફોન થયા લોન્ચ
મંગળવારે લખનઉમાં Inblock સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા. આ E સીરીઝમાં  E10 , E12 અને E15 સ્માર્ટફોન બજારમાં ઉતારવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે નવા સ્માર્ટફોન્સમાં સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 

Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ


કંપનીના ફાઉન્ડર દુર્ગા પ્રસાદ ત્રિપાઠીએ જણાવ્યું કે ભારતીય સ્માર્ટફોન બજારમાં ટોચની 5 કંપનીઓ (89% બજારની ભાગીદારી સાથે) બિન ભારતીય છે. આ અમે તમામ ભારતીયો માટે ખૂબ ચિંતાની વાત છે. અમે પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીથી પ્રેરિત છે અને લોકલ ફોર વોકલ અભિયાન હેઠળ દેશનો પહેલો બ્લોકચેન પાવર્દ સ્માર્ટફોન બજારમાં ઉતારવાનું મન બનાવ્યું છે. 


નવા ફોન્સની કિંમત
કંપની તાજેતરમાં ત્રણ હેન્ડસેટ સેલ માટે લોન્ચ કર્યા છે જે 4999ની રેંજથી શરૂ કરીને 11999ની રેંજ સુધી આવે છે. E12 ની કિંમત 7450 રૂપિયા છે. તેમાં dual camera અને front કેમેરા મળશે. E10 ની વાત કરીએ તો તેના ત્રણ વેરિએન્ટ છે. 1 -16 , 2 -16 અને 3 -16 જોકે 4999 રૂપિયા,  5999 રૂપિયા અને 6499 રૂપિયાની કિંમતમાં મળશે.  E15 મોડલ એક પ્રીમિયમ સેગમેંટનો ફોન છે. તેની કિંમત 8600થી શરૂ થઇને 11999 રૂપિયા સુધી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube