Digital strike in india : ભારત સરકાર ઘણા વર્ષોથી ઘણી વેબસાઈટને બ્લોક કરી રહી છે. Digital strike સતત ચાલી રહી છે અને ઘણા વિવાદાસ્પદ વેબસાઈટને બંધ કરી દેવાઈ છે. એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે 7 વર્ષમાં કેટલી વેબસાઈટને બ્લોક કરી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2015 થી જૂન 2022 ની વચ્ચે લગભગ 55,580 વેબસાઇટ્સ, Youtube ચેનલ્સ, URL, એપ્લિકેશન વગેરેને બ્લોક કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ બહાર આવ્યો
કાનૂની સેવા સંસ્થા SFLC.in દ્વારા 'ફાઇન્ડિંગ 404: અ રિપોર્ટ ઓન વેબસાઇટ બ્લોકિંગ ઇન ઇન્ડિયા' બહાર પાડવામાં આવ્યો છે. SFLC.in નો હેતુ ડિજિટલ દુનિયામાં સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો છે. તમને જણાવી દઈએ કે કેટલીક વેબસાઈટ કોપીરાઈટના ઉલ્લંઘનને કારણે અને કેટલીક પોર્નોગ્રાફી અને ચાઈલ્ડ એબ્યુઝના કારણે બંધ કરવામાં આવી છે. સરકારે ઘણી મોબાઈલ એપ્સ પણ બંધ કરી દીધી છે.


55 હજારથી વધુ વેબસાઈટ બ્લોક કરી છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 55,580 Block લિસ્ટમાં માત્ર Websiteજ નહીં પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ પણ છે. તેમાંથી IT Act Sec 69A હેઠળ 26,474 વેબસાઇટ્સ બ્લોક કરવામાં આવી હતી,  26,352 વેબસાઇટ્સ MEITY એ બ્લૉક કરી હતી, 94 વેબસાઇટ્સ MIBએ બ્લૉક કરી હતી અને MEITY એ 274 એપ્સને પણ બ્લૉક કરી હતી. મોટાભાગની એપ્સ બ્લોક કરવામાં આવી હતી કારણ કે તે યુઝર્સના ડેટાની ચોરી કરતી હતી.


એ તો કેવી ગજબની વાત છે...હવે વાંદરા પણ મોબાઈલ વાપરે છે અને કરે છે ઓનલાઈન ઓર્ડર!


વાયરીંગમાં કેમ લાગે છે આગ, અત્યાર સુધીનું સૌથી મોટુ સત્ય આવ્યું સામે...


શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ


શા માટે કરવામાં આવે છે બ્લોક
વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે કારણ કે તે નિયમોનું પાલન કરતી ન હતી અને તેમાંથી મોટાભાગની ભારત વિરુદ્ધ પ્રચાર કરી રહી હતી. તમને જણાવી દઈએ કે, જો કોઈ Website પરથી ખોટી પબ્લિસિટી થઈ રહી હોય અથવા તેનાથી કોઈ નુકસાન થઈ રહ્યું હોય તો આવી Website પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube