નવી દિલ્હીઃ વિશ્વમાં અલગ-અલગ સર્વિસ પ્રોવાઇડરો તરફથી ઓફર કરવામાં આવી રહેલા મોબાઇલ ડેટાની સૌથી ઓછી કિંમત ભારતમાં છે. તેનો મતલબ છે કે યૂઝરોને વિશ્વભરમાં સૌથી સસ્તો મોબાઇલ ડેટા ભારતમાં મળે છે. આ સિવાય નવેમ્બર, 2018ના મુકાબલે ભારતમાં પ્રતિ 1 જીબી મોબાઇલ ડેટાની કિંમતમાં આશરે 65 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ તરફથી દરરોડ ડેટા ઓફર કરતા પ્લાન આપવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂકે બેસ્ડ ફર્મ  Cable.co.ukની 2020 વર્લ્ડવાઇડ મીડિયા ડેટા પ્રાઇસિંગ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રતિ ગીગાબાઇટ યૂઝરને માત્ર 6.7 રૂપિયા (0.09) ડોલર રકમ આપવાની હોય છે, જે દુનિયાના બાકી દેશોના મુકાબલે સૌથી ઓછી છે. અભ્યાસમાં સામે આવ્યું કે, આ સિવાય વર્ષ 2018મા પ્રતિ 1 જીબી ડેટાની કોસ્ટ આશરે 18.5 રૂપિયા હતી, જે બે વર્ષમાં આશરે 65 ટકા ઘટી છે. 


YouTube માં સર્જાયો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, આ વીડિયોની દિવાની બની દુનિયા


ભારતમાં યૂઝરોને વધુ ડેટા
યૂએસમાં 1 જીબી ડેટા માટે યૂઝરે 8 ડોલર (આશરે 594 રૂપિયા) અને યૂકેમાં 1.4 ડોલર (આશરે 104 રૂપિયા) ચુકાવવા પડે છે. ડેટાની ગ્લોબલ કોસ્ટ એટકે કે વિશ્વભરની સરેરાશ કિંમત 5 ડોલર ( આશરે 372 રૂપિયા) પ્રતિ 1 જીબી છે. અભ્યાસ કરાવનાર ફર્મ Cable.co.ukના કંઝ્યુમર ટેલિકોમ્સ એનાલિસ્ટ ડેન હોડલે કહ્યું કે, ભારતમાં ટેલિકોમ ઓપરેટર પહેલાના મુકાબલે વધુ ડેટા પેક ઓફર કરી રહ્યાં છે, અને એટલી કિંમત વાળા પ્લાન પર વધુ ડેટાનો મતલબ છે કે 1 જીબી ડેટાની કિંમત ઓછી થવી. 


Nokia 5.3 અને Nokia C3 ભારતમાં લોન્ચ, ભાવ 7,499થી શરૂ


અહીં મોબાઇલ ડેટા સૌથી મોંઘો
સ્ટડી માટે 3 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી, 2020 વચ્ચે 228 અલગ-અલગ દેશોના 5554 મોબાઇલ ડેટા પ્લાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સૌથી મોંઘો મોબાઇલ ડેટા સેન્ટ હેલેના આઈલેન્ડમાં છે, જ્યાં 1 જીબી ડેટાની કોસ્ટ 52.5 ડોલર (આશરે 3897 રૂપિયા) છે. સૌથી સસ્તા ડેટા વાળા ટોપ 10 દેશોમાં શ્રીલંકા અને વિયતનામ પણ સામેલ છે. ભારતમાં કંપનીઓ સસ્તા પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ આગામી છ મહિનામાં રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન તરફથી પ્લાન મોંઘા કરવામાં આવી શકે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube