Indian Army Electric Vehicles: ભારતીય સેના આગામી સમયમાં શરૂ કરશે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ
ઈન્ડિયન આર્મી જલ્દી ઈલેક્ટ્રીક વાહનોને સેનામાં સામેલ કરવાનો રોડમેપ તૈયાર કરી રહી છે. 18થી 22 એપ્રિલ દરમિયાન યોજાનારા આર્મી કમાન્ડર્સ કોનફર્ન્સમાં ઈલેક્ટ્રીક વાહન લેવા પર ચર્ચા કરવામાં આવશે. જેની અધ્યક્ષતા જનરલ એમ એમ નરવણે કરશે.
નવી દિલ્લીઃ ઈન્ડિયન આર્મી જલ્દી ઈલેક્ટ્રીક વાહનોને સેનામાં સામેલ કરવાનો રોડમેપ તૈયાર કરી રહી છે. 18થી 22 એપ્રિલ દરમિયાન યોજાનારા આર્મી કમાન્ડર્સ કોનફર્ન્સમાં ઈલેક્ટ્રીક વાહન લેવા પર ચર્ચા કરવામાં આવશે. જેની અધ્યક્ષતા જનરલ એમ એમ નરવણે કરશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સેનાએ ઈલેક્ટ્રીક વાહનો પર એક અભ્યાસ કર્યો છે. પેટ્રોલ પર નિર્ભરતા ખતમ કરવા, પર્યાવરણમાં સુધારો કરવા અને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના વિઝન પર સેના આ પગલાં લઈ રહી છે. આ માટે સેના હેડક્વાર્ટરથી લઈને શાંતિ મથકો સુધી ઈલેક્ટ્રીક વાહનો જોવા મળી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન સાથેના વિવાદિત સરહદી વિસ્તારોમાં પડકારરૂપ રસ્તાઓ ઉપરાંત, આત્યંતિક હવામાન પરિસ્થિતિઓમાં ઈલેક્ટ્રીક વાહનોની યોગ્ય કામગીરીનું વિગતવાર પરીક્ષણ કરવામાં આવશે. સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનો સાથેનો સૌથી મોટો પડકાર ઉપલબ્ધતા અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત સિંગલ ચાર્જમાં વાહનની રેન્જ હશે.
હાલના સમયમાં કેટલા કારગર સાબિત થશે ઈલેક્ટ્રીક વાહનઃ
સેનાના અધિકારી જણાવ્યું કે, વાહનોના ચાર્જિંગમાં લાગવવા વાળો સમય અને હાલના સમયમાં તેનું મોટી સંખ્યામાં ઉત્પાદન પર્યાપ્ત નથી. જોકે ઈલેક્ટ્રીક વાહનોને સેનાના કાફલામાં કેટલાક તબક્કામાં સામેલ કરવામાં આવશે, પરંતુ આવી સ્થિતિમાં ચાર્જિંગ સિસ્ટમ વધુ સારી હોવાનો અંદાજ લગાવી શકાય છે. જણાવી દઈએ કે શહેરોમાં સ્થિત આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ પહેલાથી જ શરૂ થઈ ગયો છે.