નવી દિલ્હીઃ સ્માર્ટફોન આપણી જિંદગીનો સૌથી મહત્વનો ભાગ છે. ફોન પર સર્ચિંગથી લઈને ઓનલાઇન પેમેન્ટ સહિત ઘણા કામકાજ કરવામાં આવે છે. પરંતુ સ્માર્ટફોનનો કયા કામ માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે? આ વિશે વીવોએ એક રિસર્ચ રિપોર્ટ જારી કર્યો છે, જેમાં ઘણા ખુલાસા થયા છે. આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુટીલિટી બિલ પેમેન્ટ માટે ફોનનો સૌથી વધુ ઉપયોગ
જો સ્માર્ટફોન પર યૂઝર એક્ટિવિટીની વાત કરીએ તો સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ યુટીલિટી બિલનું પેમેન્ટ કરવા માટે કરવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે આશરે 86 ટકા લોકો ફોનથી યુટીલિટી બિલનું પેમેન્ટ કરે છે. 


આ પણ વાંચોઃ વરસાદમાં ભીના કપડાંને 15 મિનિટમાં સુકવી દેશે આ મશીન, ખરીદવા માટે લાગી લાઇનો


શોપિંગ માટે ફોનનો ઉપયોગ
જ્યારે ઓનલાઈન શોપિંગ માટે લગભગ 80.8 ટકા સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. આ જ 61.8 ટકા લોકો આવશ્યક ચીજવસ્તુઓ ઓર્ડર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જ્યારે 66.2 ટકા લોકો ઓનલાઈન સેવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય 73.2 ટકા લોકો કરિયાણાની વસ્તુઓનો ઓર્ડર આપવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 58.3 ટકા લોકો ડિજિટલ કેશ પેમેન્ટ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.


કેટલી મહિલા અને પુરૂષો કરે છે સ્માર્ટફોનનો ઉપયોગ
જો સ્માર્ટફોનના રેશ્યોની વાત કરીએ તો આશરે 62 ટકા પુરૂષની પાસે સ્માર્ટફોન છે. જ્યારે મહિલાઓ સ્માર્ટફોનના ઉપયોગમાં પાછળ છે. દેશમાં આશરે 38 ટકા મહિલાઓની પાસે સ્માર્ટફોન હાજર છે. જો મોટા શહેરો અને નાના શહેરોની વાત કરીએ તો 58 ટકાની સાથે સ્માર્ટફોન ભાગીદારીમાં મેટ્રો સિટી આગળ છે. ત્યારબાદ 41 ટકાની સાથે નોન મેટ્રો સિટીનો નંબર આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube