નવી દિલ્હી: આખી દુનિયામાં સૌથી વધારે મોબાઈલનું વ્યસન કોઈ દેશમાં હોઈ તો તે ભારતમાં છે. સાયબર મીડિયા રીસર્ચમાં જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. સરેરાશ ભારતીયો મોબાઈલના વ્યસનમાં એટલા બધા વ્યસ્ત છે કે આના કારણે મિત્રોથી અને પરિવારથી પણ દુર થતા જાય છે. શું તમે પણ મોબાઈલના શિકાર નથી ને? અને જો હોવ તો કેવી કેવી સમસ્યા સર્જાશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલની ચંગુલમાં હિન્દુસ્તાન 
સાયબર મીડિયા રીસર્ચનો સર્વે 
મોબાઈલ જોવામાં વર્ષના 1800 કલાક બરબાદ
સરેરાશ દરરોજ પાંચ કલાક લોકો રહે છે મોબાઈલમાં વ્યસ્ત  
સર્વેમાં 50% લોકોએ માન્યું કે મોબાઈલની બુરી આદત પડી છે, તેના વગર ચાલતું નથી
પાંચમાંથી ચાર લોકો સુતા પહેલા અચૂક મોબાઈલ ચેક કરે જ છે 
પાંચમાંથી ચાર લોકો બેડમાંથી ઉઠતા સાથે જ મોબાઈલ જુએ છે 
75%એ માન્યું કે તેમને ટીનએજમાં જ મોબાઈલ મળી ગયો હતો 
41% લોકોએ માન્યું કે હાઈસ્કુલ પાસ કરતા પહેલા જ મોબાઈલ મળી ગયો 
ભારતીયોનો વ્યક્તિગત સમય વેડફાઈ ગયો છે
સ્વાસ્થ્ય ખુબ જ બગડતું હોવાનો દાવો 
પારિવારિક અને સામાજિક સંબંધો બગડી રહ્યા છે 
પરિવાર અને દોસ્તોને મળવાનું 30% ઓછું થઇ ગયું 
દર પાંચ મિનીટમાં ફોન ચેક કરવાનું ભુલાતું નથી 


મોબાઈલના અતિ ઉપયોગની સાઈડ ઈફેક્ટ 
પાંચમાંથી ચારને થાય છે શારીરિક અને માનસિક અસર 
આંખની નજર કમજોર પડી છે
માથું દુખવાનું રોજ બનતું જાય છે 
ઊંઘ ન આવવાની બીમારી વધતી જાય છે 
ટીનએજરની શારીરિક ક્ષમતા ઓછી થાય છે 
મેદાનને બદલે હવે મોબાઈલે લઇ લીધું છે સ્થાન 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube