નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને નિયંત્રણ કરવા માટે બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ (Aarogya Setu) એપના નામ વધુ એક ઉપલબ્ધિ નોંધાઇ છે. આરોગ્ય સેતુ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact-Tracing) એપ બની ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સર ટાવર સ્ટોર ઇન્ટેલિજેન્સના એક તાજેતરના સંસોધન અનુસાર, માર્ચ 2020 બાદથી 13 દેશોના 173 મિવલિયન લોકોએ વિભિન્ન Covid-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ ડાઉનલોડ કર્યા છે અને 127.6 મિલિયન ડાઉનલોડની સાથે ભારતની આરોગ્ય સેતુ એપ આ લિસ્ટમાં ટોપ પર છે.


આ પણ વાંચો:- Play Store વગર હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે


આરોગ્ય સેતુ બાદ 11.1 મિલિયન ડાઉનલોડની સાથે તુર્કીના હયાત ઈવ સિયાર (Hayat Eve Sığar) એપ બીજી અને 10.4 મિલિયન ડાઉનલોડની સાથે જર્મનીની કોરોના વોર્ન એપ (Corona-Warn-App) ત્રીજા સ્થાન પર છે. આ સંશોધન 20 મિલિયન અથવા તેનાથી વધારે આબાદી વાળા 13 દેશોમાં સરકાર સપોર્ટેડ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ પર કરવામાં આવ્યું. જેમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, પેરિશ, ફિલીપીન્સ, સાઉદી અરબ, થાઇલેન્ડ, તુર્કી અને વિયતનામ સામેલ હતા.


આ પણ વાંચો:- WhatsApp એ યૂજર્સ માટે જાહેર કરી ચેતાવણી, નજરઅંદાજ કરશો તો એકાઉન્ટ થઇ શકે છે બંધ


લગભગ 13 બિલિયન લોકોની સંયુક્ત આબાદીવાળા ઈ 13 દેશના કુલ 173 બિલિયન લોકોએ સરકાર દ્વારા સપોર્ટેડ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્સ ડાઉનલોડ કરી. આબાદીને જોતા 4.5 મિલિયન યૂનિક ઇનસ્ટોલની સાથે ઓસ્ટ્રેલિયાના COVIDSafe એપના એડોપ્શન રેટ સૌથી વધારે રહ્યું. એડોપ્શન રેટ મામલે ભારત 12.5 ટકા સાથે ચોથા રેકિંગ પર છે. ભારતની આરોગ્ય સેતુ એપને ડાઉનલોડની ગતી એપ્રિલમાં વધી અને એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરથી અંદાજિત 80.8 મિલિયન ડાઉનલોડ થઈ છે.


આ પણ વાંચો:- જીયોની ફરિયાદને કારણે બ્લોક થયા એરટેલ-વોડાફાનના પ્લાન


2 એપ્રિલે થઈ હતી લોન્ચ
ઉલ્લેખનીય છે કે 'આરોગ્ય સેતુ' એપ 2 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના 50 દિવસમાં જ તેણે 5 કરોડ ડાઉનલોડ આંકને પાર કરી દીધો છે. હવે તે 127.6 મિલિયન ડાઉનલોડ્સ સાથે વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલ કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ્લિકેશન બની ગઈ છે.


આ પણ વાંચો:- Redmi 9 સિરીઝના ત્રણ ફોન લોન્ચ, કિંમત 8500થી શરૂ


ભારત ત્રીજા ક્રમે સૌથી અસરગ્રસ્ત દેશ
કોરોના અસરગ્રસ્ત દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. અત્યાર સુધીમાં સંક્રમણના 9,68,875 કેસો થયા છે, જ્યારે 24,915 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધીમાં અહીં 3,499,398 કેસ નોંધાયા છે અને 137,419 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકા પછી, બ્રાઝિલ નંબર પર આવે છે, અહીં કોરોના સંક્રમિતોની લોકોની સંખ્યા વધીને 1,966,748 થઈ ગઈ છે અને 75366 લોકોએ જીવ ગુમાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube