ભારતની પહેલી હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ લોન્ચ, 30 કિલો ફ્યૂલમાં 450 કિમી સુધી ગામ આખાને લઈને ફરશે બસ!
નવી દિલ્હીઃ સેન્ટિએન્ટ લેબ્સ નામની એક રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઈનોવેશન કંપનીએ ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ બસ લોન્ચ કરી છે. હાઈડ્રોજન ફ્યુલ સેલ ટેક્નોલોજી CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ)-NCL (નેશનલ કેમિકલ લેબોરેટરી) અને CSIR-CECRI (સેન્ટ્રલ ઈલેક્ટ્રો-કેમિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)ના સહયોગથી વિકસાવવામાં આવી છે. તાજેતરમાં, સેન્ટિએન્ટે વિશ્વની પ્રથમ ટેક્નોલોજીની જાહેરાત કરી હતી જે ફ્યુલ સેલ સંચાલિત વાહનોમાં કૃષિ અવશેષોમાંથી સીધા હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે.
સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, સેક્સ લાઈફ થઈ જશે જિંગાલાલા! પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી ઉપરાંત, સેન્ટિએન્ટ લેબ્સે પ્લાન્ટ, પાવરટ્રેન અને બેટરી પેકને પણ ડિઝાઈન અને ડેવલોપ છે. આ તમામ ઘટકો 9 મીટર લાંબી, 32 સીટર, એસી બસમાં ફીટ કરવામાં આવ્યા છે. 30 કિલો હાઈડ્રોજનનો ઉપયોગ કરીને 450 કિમી સુધી દોડવા માટે બસને ડિઝાઇન કરવામાં આવી છે. બસની ડિઝાઇન બદલીને તેની રેન્જ વધારી શકાય છે. ફ્યુલ સેલ બસને પાવર આપવા માટે હાઈડ્રોજન અને હવાનો ઉપયોગ કરે છે. બસમાંથી માત્ર પાણી જ નીકળે છે, તેથી તે પર્યાવરણની દ્રષ્ટિએ પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ કહી શકાય. બીજી તરફ, લાંબા અંતરના રસ્તાઓ પર ચાલતી ડીઝલ બસ સામાન્ય રીતે વાર્ષિક 100 ટન CO2 ઉત્સર્જન કરે છે. ભારતમાં આવી 10 લાખથી વધુ બસો છે.
સ્કર્ટ ખરીદતા અને સ્ટાઈલિંગ કરતાં સમયે આ પાંચ વાતોનું રાખો ખાસ ધ્યાન
આ ટેકનોલોજી પર્યાવરણીય અને આર્થિક દ્રષ્ટિકોણથી પણ સારી સાબિત થઈ શકે છે. હાઈડ્રોજન બનાવવાની આ ટેક્નોલોજી ખેડૂતો માટે કમાણીનું માધ્યમ પણ બની શકે છે. ડીઝલ બસોને હાઈડ્રોજન ફ્યુલ સેલ બસો સાથે બદલવાથી હવાની ગુણવત્તામાં સુધારો થશે અને તેલની આયાત ખર્ચમાં ઘટાડો થશે.
સેન્ટિએન્ટ લેબ્સના ચેરમેન રવિ પંડિતે જણાવ્યું કે, “સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર બસ લોન્ચ કરવાનો અમને ગર્વ છે. એક મજબૂત ટેક્નોલોજી ટીમે CSIR-NCL સાથે કામ કર્યું. આ હાઈડ્રોજન મિશન આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા અને મહત્ત્વપૂર્ણ રીતે સસ્ટેનેબલ મોબિલિટીને મજબુત બનાવવામાં એક લાંબી દૂરી નક્કી કરશે. અમે કલ્પના કરીએ છીએ કે અમારા પ્રયાસો ઓટોમોબાઈલ કંપનીઓને ભારતમાં શૂન્ય-કાર્બન રસ્તો બનાવવામાં મદદરૂપ થશે.”
Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ
TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...
આ અભિનેત્રીની માદક અદાઓ અને સેક્સી ફિગર જોવા ઉભરાતા હતા થિયેટર! જાણો સાઉથની સેક્સ સાયરનની કહાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube