નવી દિલ્હીઃ ઓટો એક્સ્પોમાં બધાનું ધ્યાન ખેંચે તેવુ સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું. IITના એન્જિનિયરોએ પોતાના સ્ટાર્ટઅપ લીગર મોબિલિટિના માધ્યમથી તેને રજૂ કર્યુ. જો ધક્કો વાગશે તો પણ સ્કૂટર પડશે નહીં. સ્ટેન્ડ વગર પણ સ્કૂટર ઉભુ રહી શકે છે. આ સેલ્ફ બેલેન્સિંગ ટેક્નોલોજીની પેટન્ટ લીગર પાસે છે. સ્કૂટરની બુકિંગ આ વર્ષના મધ્ય સુધી શરૂ થશે અને ડિલીવરી વર્ષના અંત સુધીમાં થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્દોર-ઉજ્જૈનનાં યુવા એન્જિનિયર્સ
લીગર મોબિલિટીની શરૂઆત ઉજ્જૈનનાં આશુતોષ ઉપાધ્યાય અને ઈન્દોરના વિકાસ પોદારે કરી છે. આશુતોષે IIT ખડગપુર તો વિકાસે IIT મદ્રાસથી અભ્યાસ કર્યો છે.


મોંઘી કારનાં મોડ
સ્કૂટરમાં નોર્મલ અને લર્નર મોડ આપવામાં આવ્યા છે. લર્નર મોડમાં સ્પીડને ઓછી રાખીને સેટ કરી શકાય છે. આ ફેસિલિટી સ્કૂટર ચલાવતા શીખતા લોકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. આ સિવાય સામાન્ય સ્કૂટરની જેમ મેન્યૂલ મોડ પર પણ ચલાવી શકાય છે અને સ્ટેન્ડ પર પાર્ક કરી શકાય છે. ભવિષ્યમાં સ્કૂટરમાં અવાજથી કંટ્રોલ થતો વોઈસથી કમાન્ડ પણ જોવા મળી શકે છે.


 આ પણ વાંચોઃ એકવાર રિચાર્જ કરાવો અને 365 દિવસ સુધી ડેટા અને કોલિંગનો ફાયદો, આ છે સૌથી સસ્તા પ્લાન


સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે નવી ટેક્નોલોજી
કંપનીનાં સહ -સંસ્થાપક વિકાસ પોદારે જણાવ્યુ કે, આ સ્કૂટરની ટેક્નોલોજી પર કામ કરતા સમયે સુરક્ષાની વાત પર સૌપ્રથમ ધ્યાન આપવામાં આાવ્યુ હતુ. સામાન્ય રીતે વૃદ્ધો,  માતા-પિતા અને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube